ક્યાં આગ લાગી ? વાંચો
ભોપાલમાં સરકારના મંત્રાલય ભવનમાં આગ લાગતાં દસ્તાવેજો ખાખ
મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલા મંત્રાલય ભવન જેને વલ્લભ ભવન પણ કહેવાય છે ત્યાં શનિવારે સવારે ચોથા માળે આગ લાગી ગઇ હતી. આગની આ ઘટના વલ્લભ ભવનના ગેટ નંબર 5 અને 6ની સામે જૂની બિલ્ડિંગમાં બની હતી. જોકે આગને કારણે સરકારી દસ્તાવેજોને મોટું નુકસાન થયું હતું પણ કોઈ જાનહાનિ થઈ નહતી.
આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ વધારે ઊંચાઈ પર લાગી હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગ કેમ લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી.
શનિવારે મંત્રાલયમાં રજા હોવાથી કોઈ કર્મચારી હાજર નહતા જેના લીધે એક મોટી હોનારત થતા પણ બચી ગઇ હતી.