- ક્યાં સંતાયા છે આતંકીઓ ?
- કોણે આપી બાતમી ?
ગુપ્તચરોની બાતમી બાદ સેનાને એલર્ટ: સીમા પાર લોન્ચ પેડમાં આતંકીઓ સંતાઈને બેઠા છે
પાકિસ્તાન ભારત વિરોધી પ્રવૃતિઓમાં હવે વધુ નકારાત્મક રીતે આગળ વધી રહ્યું છે અને તેની નાપાક હરકતો ચાલુ જ રાખવામાં આવી છે. સીમા પાર લોન્ચ પેડ પર 250થી વધુ પાક સમર્થિત આતંકવાદીઓ તકની રાહ જોઈને બેઠા છે અને ભારતની અંદર ઘૂસણખોરી કરવાના અને મોટાપાયે હિંસા આચરવાના પ્રયાસમાં છે.
ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ મુજબની બાતમી આપવામાં આવી હતી અને સેનાને એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. બીએસએફના એક અધિકારીએ એવી માહિતી આપી હતી કે, સીમા પાર 250 થી 300 આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને મોટાપાયે આતંક ફેલાવવાના પ્રયાસમાં છે પરંતુ અમારા જવાનો 24 કલાક સાબદા છે.
અત્યાર સુધીમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓ દ્વારા અનેક વખત જમ્મુ-કાશ્મીરની અંદર ઘૂસી જવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ જવાનોએ તેને નાકામ કર્યા હતા. અનેક આતંકવાદીઓને જીવતા પણ પકડ્યા હતા અને ઘણા બધા આતંકીઓને ઠાર પણ કર્યા હતા. આમ છતાં ગુપ્તચર એજન્સીની બાતમીને ગંભીરતાથી લઈને જમ્મુ-કાશ્મીર સીમા પર જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે. સીમાવર્તી વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો હાજર જ છે અને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તેઓ પૂરી રીતે સક્ષમ છે. અત્રે ઉલ્લેખનીય