કાશી વિશ્વનાથ મંદિર સાથે શું બન્યું ? વાંચો
કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબૂક એકાઉન્ટ હેક થયું
યુપીના વારાણસી ખાતે આવેલ વિશ્વપ્રસિધ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબૂક એકાઉન્ટ હેક થઈ જતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. હેકરોએ અશ્લીલ સામગ્રી ની લિન્ક પોસ્ટ કરી દેતા ભારે દેકારો થયો હતો અને તેની સામે વિરોધ ઊભો થયો હતો. આ વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.
જો કે આ ઘટના બન્યાના 15 મિનિટ બાદ મંદિરના વહીવટીતંત્રને ખ્યાલ આવતા કન્ટેન્ટ હટાવી દેવાની કાર્યવાહી થઈ હતી. આ બારામાં વહીવટકારો દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી.
મંદિરના ટ્રસ્ટીઓએ એક જાહેરાત દ્વારા એવી જાણકારી આપી હતી કે કેટલાક બદમાશ લોકોએ મંદિરનો ફેસબૂક પેજ હેક કરી લીધો હતો. આ પ્રકારના સાઇબર અપરાધીઓની ઓળખ કરવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. અશ્લીલ સામગ્રી હટાવી દેવાઈ છે.
લોકોને અને ભક્તોને પડેલી મુશ્કેલી બદલ વહીવટકારોએ ખેદ વ્યક્ત કર્યો હતો અને જલ્દી આરોપી પકડાય તે માટે પોલીસને રજૂઆત કરી હતી. હવે એકાઉન્ટ સેફ છે.