કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો 18 વર્ષના લગ્નજીવન બાદ પત્ની સોફીથી છુટા પડયા
બંનેએ ઇન્સ્ટાગ્રામ પર અલગ થયાની જાહેરાત કરી
ટોરેન્ટો (કેનેડા), તા.3
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો અને તેમના પત્ની સોફીના 18 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પત્ની સોફી ગ્રીગોર ટ્રુડો એકબીજાથી અલગ થઈ ગયા છે. તેમણે બુધવારે આ વાતની જાહેરાત કરી હતી.
આ સાથે જ જસ્ટિન ટ્રુડો અને સોફીના 18 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો છે. બંનેએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઘણી બધી મહત્વની અને મુશ્કેલ ચર્ચા-વિચારણા બાદ તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાનની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બંનેએ કાયદાકિય રીતે અલગ થવાના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.