એસ્સાર ગ્રુપના કો-ફાઉન્ડર શશિ રુઈયાનું 81 વર્ષની વયે નિધન
એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક અને મોટા ગજાના ઉદ્યોગપતિ શશિકાંત રુઈયાનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારે મંગળવારે માહિતી આપતી હતી. રુઈયા પરિવારએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “અમે ખૂબ જ દુઃખ સાથે જણાવી રહ્યા છીએ કે રુઈયા અને એસ્સાર પરિવારના વડા શશિકાંત રુઈયાનું નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા.”
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “સામાજિક ઉત્થાન અને પરોપકાર પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા સાથે, તેમણે લાખો લોકો સુધી પહોંચ્યા અને એક શાશ્વત અસર છોડી. નમ્રતા, હૂંફ અને તેઓ જેને મળ્યા તે દરેક સાથે જોડવાની ક્ષમતાને કારણે તેઓ ખરેખર એક અસાધારણ આગેવાન બનાવ્યા. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, એસ્સાર ગ્રુપના ચેરમેન શશિકાંત રુઈયાએ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપને નવી વ્યાખ્યા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે એસ્સાર જૂથનો પાયો નાખ્યો અને તેને વૈશ્વિક જૂથ બનાવ્યું. શશિકાંત રુઈયાનો અસાધારણ વારસો આપણા બધા માટે માર્ગદર્શક બની રહેશે…”