ઇઝરાયલમાં હમાસના હુમલામાં અમેરિકાના 9 નાગરિકોના મોત
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ પુષ્ટિ કરી
ઈઝરાયેલમાં જ્યાં જુઓ ત્યાં અફરાતફરી જોવા મળી રહી છે, ત્યારે અમેરિકી અધિકારીઓએ પુષ્ટી કરી છે કે, હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના પણ મોત નિપજ્યા છે.
અમેરિકી અધિકારીઓએ ઘણા લોકોના મોત થયાના તેમજ ઘણાને બંધક બનાવાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરે કહ્યું કે, હાલ અમે 9 અમેરિકી નાગરિકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. ઉપરાંત ઈઝરાયેલમાં અમેરિકી નાગરિકોને શોધવાના માટે ઈઝરાયેલ સાથે કામ કરી રહ્યા છીએ.
દરમિયાન અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાને ટાંકીને સમાચાર એજન્સી એએફપીએ ગઈકાલે જણાવ્યું હતું કે, અમે ઘણા અમેરિકી નાગરિકોના મોતની પુષ્ટી કરીએ છીએ. પીડિતો તથા અસરગ્રસ્ત પરિવારો પ્રતિ અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.