અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખતી આગાહી : ફેબ્રુઆરીના અંતમાં પડી શકે છે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વધુ એક વખત માવઠાની આગાહી કરી છે. અને ફેબ્રુઆરીના અંતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં માવઠાની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે સાથે સાથે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
- જાણો કયાં પડી શકે છે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, સુરત, નર્મદામાં માવઠું પડી શકે છે,સવારે સામાન્ય ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ પણ થઈ શકે છે,10 થી 16 ફેબ્રુઆરી ગરમીનો અહેસાસ કરવો પડશે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઇ શકે છે તો 17 થી 19 ફેબ્રુઆરીના રોજ પવનનું જોર વધશે સાથે સાથે પવનનું જોર વધતા ઠંડીનો કરવો પડશે અહેસાસ તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન આવવાની શકયતાઓ પણ છે.
- જાણો કયાં કેટલું તાપમાન રહેશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનવું છે કે,ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તો કચ્છના ભાગોમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહી શકે છે,મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી સુધીનું લઘુતમ તાપમાન રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં 13 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન રહેવાની શકયતાઓ છે.
- ગુજરાતમાં ઠંડીનો હજી રહેશે ચમકારો : અંબાલાલ પટેલ
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.
