આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનનો ખર્ચ વધુ થશે, કામમાં આળસ થઈ શકે છે
આજની રાશી : તુલા
મેષ (અ,લ,ઇ)
ધનનું રોકાણ કરી શકો છો. કામનાં સ્થળે ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
યુવાનોને વિશેષ સન્માન મળશે. નકારાત્મક વિચારો દુર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે કામમાં આળસ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કન્યા ( પ,ઠ,ણ)
નજીકની મુસાફરી થઇ શકે છે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. નાણાંની લેવડ-દેવળ કરવામાં કાળજી રાખવી. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મકર ( ખ,જ)
મહેનતનું પૂરતું પરિણામ પ્રાપ્ત થશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. અનુભવી લોકો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. દિવસ ખુબજ સારો રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. અધૂરા કામો પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.