મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું ઢોલ નગારા સાથે સ્વાગત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સોમવારે પત્ની નીતા અંબાણી અને તેના પુત્રો આકાશ અને અનંત અંબાણી સાથે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચી હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે ઢોલ નગારા પણ વગાડવામાં આવ્યા હતા. લોકો તેમને જોવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા તથા લોકોએ જોરથી જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.
જય શ્રી રામના નારા સાથે સમગ્ર એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે કેજો કેસરી કે લાલ આ ગીત પણ ઉડાડવામાં આવ્યું હતું . મુકેશ અંબાણી તથા નીતા અંબાણી સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા. આ સાથે જ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા અને અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી તે પણ ભારતીય પહેરવેશમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
અંબાણી પરિવારને એન્ટ્રી ની સાથે જ સુરક્ષા બંદોબસ્ત નો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાઈ શકે
આ સાથે જ સમગ્ર અંબાણી પરિવાર એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.