રાજકેાટથી 16 કિમી દૂર કુદરતના સાંનિધ્યમાં આવેલું “હનુમાન ધારા” મંદિર
તરઘડીમાં આવેલુ “હનુમાન ધારા” મંદિર 100 વર્ષથી પણ છે પ્રાચીન: સંખ્યાબંધ વૃક્ષેા, પક્ષીઓના કલરવથી શ્રદ્ધાળુઓને થાય છે અલૌકિક અનુભવ: રાજકેાટ સહિત આસપાસના ગામેામાંથી આવે છે શ્રદ્ધાળુઓ
રાજકેાટથી 16 કિમી દૂર હનુમાનજી દાદાનું એક એવુ મંદિર આવેલું છે કે, જ્યાં તમને કુદરતના ખેાળે વિહરવાનું મન થાય. કુદરતી સૌંદર્ય ધરાવતું આ મંદિર છે “હનુમાન ધારા”. આ મંદિર અંદાજે 100 વર્ષ જૂનું હેાવાનું માનવામાં આવે છે. તરઘડી ગામે ન્યારી-2 ડેમ પાછળ આવેલા “હનુમાન ધારા” મંદિરનેા ઇતિહાસ પણ ઘણેા રેાચક છે.
રાજકેાથી જામનગર તરફ જતાં અંદાજે 16 કિમી દૂર રંગપરના પાટિયાથી ડાબી બાજુ જતાં ન્યારી-2 ડેમ આવે છે. તરઘડી ગામમાં આવેલા આ ન્યારી-2 ડેમ પાછળ રાજકેાટ સહિત આસપાસના વિસ્તારેામાં ખૂબ જાણીતું હનુમાન ધારા મંદિર આવે આવેલું છે. આ મંદિરના ઇતિહાસ વિશે જણાવતા એક ગ્રામજને કહ્યું હતું કે, વર્ષેા પહેલા આ વિસ્તાર જંગલ જેવેા હતેા. અહી માત્ર જંગલ જ હતું. તે સમયે મેાલીયા કુટુંબના દાદા ગાડામાં પથ્થરેા ભરીને જતાં હતા.
જ્યારે તેઓ અહીથી એટલે કે હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાંથી પસાર થતાં હતા ત્યારે ગાડામાંથી એક પથ્થર નીચે પડ્યેા. પથ્થર નીચે પડતાં તેમાંથી લેાહી નીકળવા લાગ્યું હતું. જે જોઈને દાદા આશ્ચર્યમાં પડી ગયા. બાદ એમણે તે પથ્થર ત્યાર રહેવા દીધેા હતેા. આ પથ્થર જોતાં હનુમાનજી દાદાનું સ્વરૂપ હેાય તેવેા જણાયું હતું. ત્યારબાદ અહી હનુમાનજી દાદાની નાની દેરી બાંધવામાં આવી હતી. પછી અહી હનુમાનજી દાદાની સેવા પુજા થવા લાગી.
સમય જતાં અહી રામદાસ બાપુ નામના સાધુ આવ્યા. જેઓ અહી રેાકાયા અને હનુમાનજી દાદાની સેવા કરવા લાગ્યા. એમણે ધીમે ધીમે મંદિરનેા વિકાસ કર્યેા. એવું પણ કહેવામાં આવે છે કે રામદાસ બાપુ ક્યાંથી આવ્યા હતા તેની કેાઈને જ ખબર નથી. રામદાસ બાપુ બાદ શાલિક રામ દાસજી બાપુ અને હાલમાં રામલખન દાસજી અને પૂરણ દાસજી હનુમાન ધારા મંદિરમાં સેવા પુજા કરી રહ્યા છે. હનુમાન ધારા મંદિરમાં અખંડ ધૂણેા આવેલેા છે. હનુમાનજી દાદાની મૂર્તિ સામે જ આવેલા ધૂણામાં દરરેાજ અહી સેવા પુજા કરતાં મહંત ધૂણેા ધખાવીને તપ કરે છે.
નોંધનીય છે કે, હાલ હનુમાન ધારા મંદિરનેા વિકાસ થયેા છે. અ મંદિરમાં પણ કેાઈ પણ પ્રકારનેા ફંડ ફાળેા લેવામાં આવતેા નથી. અહી જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓ પેાતાની આસ્થા મુજબ અહી દાન કરે છે. હનુમાન ધારા મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદા ઉપર લેાકેાને એટલી શ્રદ્ધા છે કે, દર શનિવારે રાજકેાટથી તેમજ આસપાસના ગામેામાંથી શ્રદ્ધાળુઓ અહી દર્શન કરવા માટે આવે છે.
ન્યારી-2 ડેમ પાસે આવેલા હનુમાન ધારા મંદિરમાં કુદરતી સૌંદર્યના સાંનિધ્યમાં હનુમાનજી દાદા બિરાજમાન છે. વિશાળ પટાંગણ અને સંખ્યાબંધ વૃક્ષેા, પક્ષીઓના કલરવ અને પવિત્ર વાતાવરણથી અહી આવતા શ્રદ્ધાળુઓને અલૌકિક અનુભૂતિ થયા છે. આ મંદિરમાં હનુમાનજી દાદા ઉપરાંત શિર પરમેશ્વર મહાદેવજીનું પણ મંદિર આવે છે. જે પણ આ મંદિર જેટલું જૂનું હેાવાનું કહેવાય છે. તેા મેાલીયા કુટુંબના સુરાપુરા દાદાનું પણ મંદિર આવેલું છે.
મંદિરમાં છે ગૌ શાળા
હનુમાન ધારા મંદિરનું પટાંગણ વિશાળ છે. આ પટાંગણમાં જ એક ગૌ શાળા પણ આવેલી છે. જેમાં અંદાજે 8 જેટલા ગૌ વંશેા છે. જેની અહીના મહંત દ્વારા સારસંભાળ રાખવામાં આવે છે. જ્યાં અહી અવાર-નવાર બહારથી પણ સાધુ સંતેા આવે છે.
લેાકેા વનભેાજન માટે પણ આવે છે
કુદરતના સાંનિધ્યમાં આવેલા આ મંદિર આસપાસ ચેામાસાની સિઝનમાં કુદરત સેાળે કળાએ ખીલી ઉઠે છે. જેથી અહી અદભૂત કુદરતી વાતાવરણ અનુભવાય છે. મંદિરમાં આવતા જ શાંતિનેા અલૌકિક અનુભવ થાય છે. જેના કારણે મંદિરમાં દર્શનાર્થે નિયમિત આવતા શ્રદ્ધાળુઓ ઘણીવાર વનભેાજન માટે પણ પરિવાર અને મિત્રેા સાથે અહી આવે છે.