Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

ભક્તિના ઘોડાપૂર : પ્રથમ દિવસે રામલલાના દર્શન માટે હજારો ભાવિકો ઉમટ્યા

Wed, January 24 2024

વહેલી સવારે ત્રણ વાગ્યાથી કતારો લાગી ગઇ: મોડેથી ભીડ બેકાબૂ થઇ જતાં પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યા: બેરિકેટ તોડવાનો પ્રયાસ

સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ મંગળવારે સામાન્ય જનતા માટે મંદિર ખુલ્લું મુકાયું તે સાથે જ હજારો ભાવિકો શ્રી રામલલ્લાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર સવારે સાત વાગ્યે ખુલવાનું હતું પરંતુ કડકડતી ઠંડી વચ્ચે પણ રાત્રે ૩ વાગ્યાથી જ દર્શનાર્થીઓ કતારો લગાવી અને પ્રવેશદ્વાર સામે ઊભા રહી ગયા હતા. મંદિરના દ્વાર ખુલતા ની સાથે જ અભૂતપૂર્વ ઘસારો થતાં થોડીવાર માટે ધક્કા મુક્કી અને અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા હતા. સવારે ૧૦ વાગ્યે મંદિર પરિસરમાં ઊભા રહેવાની જગ્યા પણ ન રહેતા પ્રવેશ દ્વાર બંધ કરી અને માત્ર વૃદ્ધો અને મહિલાઓને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવો પડ્યો હતો. પ્રવેશ આપવાનો નિર્ણય કરવો પડ્યો હતો. નોંધનીય છે કે ૨૦ મી તારીખથી સામાન્ય જનતા માટે મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું અને બહારના લોકોને અયોધ્યામાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ સંજોગોમાં મંગળવારે સ્થાનિક લોકો તેમજ બહાર ગામના યાત્રાળુઓ ઉમટી પડતા આ અભૂતપૂર્વ ઘસારો થયો હતો.


આજે સવારે દર્શન ખૂલ્યા બાદ ભાવિકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો અને એક તબક્કે પ્રવેશદ્વાર બંધ કરી દેવાયો હતો. જો કે ભાવિકોનો ધસારો એટલો બધો હતો કે પાંચ કિલોમીટર જેટલી લાંબી લાઇન થઇ ગઇ હતી. કેટલાક ભાવિકોએ ધીરજ ગુમાવી હતી અને પોલીસે બાંધેલી બેરિકેટ તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.


દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અંગે નું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું હતું. તે મુજબ સવારે સાત થી ૧.૩૦ અને બપોરે ૨ વાગ્યાથી ૬.૩૮ વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. ભગવાનને દરરોજ છ આરતી કરવામાં આવશે. જેમાં મંગલા, શૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા અને શયન આરતી નો સમાવેશ થાય છે. અત્યાર સુધી બે જ આરતી કરવામાં આવતી હતી. પ્રભુને ભોગમાં પુડી, સબ્જી અને ખીર ધરવામાં આવશે તે ઉપરાંત દર કલાકે ફળ,દૂધ અને પેંડાનો ભોગ ધરવામાં આવશે.

ટઈંઙ મહેમાનોએ દર્શનનો લાભ લીધો
સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા અને સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થયા તે પછી એ પ્રસંગે વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રહેલા વીઆઈપી મહેમાનોએ રામલલ્લા ના દર્શન કર્યા હતા. બાદમાં મંદિર પરિસરમાં ફરજ બજાવતા સુરક્ષા દળના કર્મચારીઓ તેમજ મીડિયા કર્મીઓએ પણ દર્શન લાભ લીધો હતો. મોટાભાગના વીઆઇપી મહેમાનો સોમવારે રાત સુધીમાં રવાના થઈ ગયા હતા. એ મહેમાનોની અવરજવર માટે અનામત રખાયેલા બે રૂટ ઉપર પણ તેમની ઝલક મેળવવા માટે લોકો એકત્ર થઈ જતા સુરક્ષા કર્મચારીઓને દોડાદોડી થઈ હતી.

મક્કા અને વેટિકનને પણ અયોધ્યા પાછળ રાખી દેશે

અયોધ્યામાં રામનિર્માણને કારણે ભારતનો પર્યટન ઉદ્યોગ નવી ઊંચાઈ સર કરશે તેવું પ્રખ્યાત બ્રોકરેજ ફર્મ જેફ્રીઝ ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ અયોધ્યા પર્યટનના સંદર્ભમાં મક્કા અને વેટિકન ને પણ પાછળ રાખી દેશે. દર વર્ષે પાંચ કરોડ યાત્રાળુઓ અને પર્યટકો અયોધ્યાની મુલાકાત લેશે તેવો અંદાજ એહવાલમાં આપવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

૨૩ ફેબ્રુઆરીથી મહિલા પ્રિમીયર લીગ: ૧૭ માર્ચે ફાઈનલ મુકાબલો

Next

અયોધ્યામાં બિરાજેલા પ્રભુ શ્રી રામની પ્રતિમાએ મુખ મલકાવ્યું અને આંખો પટપટાવી…જુઓ AI સ્વરૂપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નરેન્દ્ર મોદી @75 : વડાપ્રધાન મોદીના જન્મદિવસની દેશ-વિદેશમાં ઉજવણી, વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ
8 મિનિટutes પહેલા
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભયાનક બનશે, ટ્રમ્પ 50 કરોડ ડોલરના હથિયારો યુક્રેનને મોકલશે
30 મિનિટutes પહેલા
વડાપ્રધાનને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જન્મદિન પર આપી શુભેચ્છા, પોસ્ટમાં લખ્યું, મોદીજીને સારા સ્વાસ્થ્યની શુભકામના
31 મિનિટutes પહેલા
કેનેડામાં ખાલીસ્તાનીઓએ વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી આપી
37 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2502 Posts

Related Posts

રાજકોટ : સણોસરા ગામે ખેતીકામ કરતી વેળાએ હલરમાં ચૂંદડી ફસાઈ જતા મહિલાનું કમકમાટી ભર્યું મોત 
ક્રાઇમ
10 મહિના પહેલા
શું આપને એક પણ IPO નથી લાગ્યો….? અપનાવો આ 6 ટિપ્સ અને પછી જુઓ…
બિઝનેસ
2 વર્ષ પહેલા
બમબમ ભોલે ! સોમનાથ ટ્રસ્ટ પાસે 511 કરોડની સંપત્તિ
રાજકોટ
12 મહિના પહેલા
અયોધ્યા 30 ડિસેમ્બર પહેલા ઝગમગશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર