આત્મા શાશ્વત: અજર અમર છે, બાકી બધાં સંયોગનાં લક્ષણો છે
શ્રી નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં બિરાજતા પૂ.તપસ્વી રત્ના, પ્રવચન પ્રભાવિકા બેન સ્વામી બા.બ્ર. સ્મિતાબાઈ મહાસતીજીનું વ્યાખ્યાન-દિવસ સાતમો
ત્રણ પ્રકારના જીવનોમાં સંજ્ઞાપ્રધાન જીવનથી મુક્ત થઈ આત્મા સિદ્ધ બને, પ્રજ્ઞાપ્રધાન જીવનથી મુક્ત બની બોધિની પ્રાપ્ત કરે, આજ્ઞાપ્રધાન જીવન જીવી આત્માને પરમાત્મા બનાવો
ગોંડલ સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ.જ્યોતિબાઈ સ્વામીનાં સુશીષ્યા બા.બ્ર.પ.પૂ.સ્મિતાબાઈ સ્વામીએ પર્યુષણ પર્વ નિમિત્તે વિશેષ સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજનો દિવસ એટલે સાતમો દિવસ આપણા અંતર આંગણે ઉદિત થઈ ચૂક્યો છે. સાત પ્રકારના ભયમાંથી મુક્ત થવા માટે આ સાતમા દિવસની આરાધના આપણા આત્માએ કઈ રીતે કરવાની છે તે પરમ ઉપકારી પરમાત્માએ બતાવ્યું છે. સ્વ'ની ઓળખ માટેના
સ્વ’માં વસવા માટે, સ્વ' નિરીક્ષણ,
સ્વ’માં લીન થવાના દિવસો મળ્યા છે. એક મારો આત્મા ધ્રુવ, નિત્ય અને અખંડ છે.
સાતમા દિવસે એક મારો આત્મા શાશ્વત છે અને બાકી બધુ અશાશ્વત છે. આત્માએ પાપકર્મ બાંધી ભવભ્રમણ વધાર્યા છે. મારો આત્મા અખંડ, અંબર, નિત્ય, શાશ્વત છે. સમય, સંપત્તિ, સ્વજન અને શરીરનો રાગ થાય છે. જો માત્ર આત્મા શાશ્વત હોય તો બીજા સંબંધો અને શરીર પણ પર છે. મારું પોતાનું દ્રવ્ય શું છે ? મારા શરીર અને સંબંધોની ભવોભવની આસક્તિ છોડવાની છે.
મોહ, કસાય, વિકથાના સામ્રાજ્ય આપણે વધાર્યા છે. દોષોના સેવન કર્યાં છે. આત્માએ અજ્ઞાનતા અને મિથ્યાત્વની દશાને મજબૂત બનાવી દીધી કે આપણું ભવ ભ્રમણ વધી ગયું ! ક્યારેક સંપત્તિનો રાગ, ક્યારેક સ્વજનોનો રાગ, ક્યારેક સંયોગનો રાગ, ક્યારેક સમયનો રાગ અને શરીરનો રાગ તો ઘટતો જ નથી. અખંડ જ્ઞાન અને દર્શન એ જ મારા ગુણો છે. બાકી બધું જ મારા માટે પર દ્રવ્ય છે.
દેશ માટે સૈનિકો કઠોર જીવન જીવતા હોય તો આપણે તો મોક્ષની પ્રાપ્તિ માટે લડવાનું છે. સંસારના તમામ સુખો અશાશ્વત છે. સંસારી સુખોમાં ધારેલું કશું ન થાય અને ન ધારેલું બધું થાય. સંસારના સુખો ક્ષણિક હોય છે એ સંપત્તિનું સુખ હોય, શણીરનું સુખ હોય કે સંતાનનું સુખ હોય આત્માના શાશ્વતનું ચિંતન કરવું છે કે સંસારની ચિંતા કરવી છે ?
જે મારું છે તે કદી જાય નહીં, જે ગયું હોય તે મારું હોય નહીં.
જ્યાં રહો ત્યાં તમને પોતાને રહેતા આવડવું જોઈએ. હસવાનું પણ ભૂલી ગયા છો. તમારું હાસ્ય ક્યાં છે ? એવા દુ:ખના ડુંગર ક્યાં છે તમારા પર ? કોઈ પૂછે કે કેમ છે તો આનંદથી જવાબ આપો. ઢીલા ન પડો. મહાસતી સીતાજીના જીવનમાં એક રાત્રિમાં ચિત્ર બદલાય જાય છે. આવતીકાલે અયોધ્યાના મહારાણી બનવાના હોય તેના બદલે વનવાસીના કપડાં પહેરી વનવાસમાં જવાનુંથયું પરંતુ અયોધ્યાની રાજગાદી પર બેસતી વખતે જેટલી પ્રસન્નતા હોય તેટલી જ પ્રસન્નતા રાજગાદી પર બેસતી વખતે હોય. આપણને તો વનવાસનાં દુ:ખ કાંઈ સહન નથી કરવાના. આફત, કર્મ, તકલીફ, કસોટી, મુશ્કેલી, આપત્તિનો પહાડ ગમે તેટલો મોટો હોય પણ એ બરફનો પહાડ છે. તમારી શાંતિ, શ્રદ્ધા અને સમતાથી એને ઓગાળી નાખો. તમારો સંસાર જે છે તે, જેવો છે તેવો, જે સ્થિતિમાં છે તે ત્યાં, જેમની સાથે છે એમની સાથે તેને સ્વીકારો. વર્તમાન કાળના યોગને સ્વીકારો.
સામેવાળો ગરમ હોય તો તમે શાંતિ રાખો,સામેવાળો થાય આગ તો તમે થજો પાણી, સામેવાળો ઉનાળો થાય તો તમે ચોમાસા જેવા બનો, એક ઉંધી નળિયું હોય તો તમે સીધા નળિયા જેવા બનો.
સંજ્ઞા દસ હોય છે. સંજ્ઞા એટલે ઈચ્છાઓ. સંજ્ઞા પ્રધાન જીવો છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, લોકસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, ઓગસંજ્ઞા છે.
આહાર સંજ્ઞામાંથી મુક્ત થઈને તપસ્વીઓ વિશ્વમાં આહારની ઈચ્છાનો ત્યાગ કર્યો છે. ભય સંજ્ઞામાંથી નીકળી અનેક આત્માઓ અભય બની ગયા. મૈથુન સંજ્ઞામાંથી નીકળી બ્રહ્મચર્યની અખંડ જ્યોત જગાવીને નેમિનાથ પરમાત્મા, મહાસતી રાજેમતિ જેવા આત્માઓ તરી ગયા.
અનેક દાનેશ્વરી પરિગ્રહ સંજ્ઞામાંથી મુક્ત થઈ જાય છે. ગુસ્સો કરવો નહીં. ક્રોધને કંટ્રોલમાં રાખો. કડવા ફળ છે ક્રોધના. ડર, ભય, અસંતેોથી આખો સંસાર અસ્થિર થઈ ગયો છે. પાંચમો શિષ્યના ગુરુ ક્રોધ કરે તો એ પણ મૃત્યુ પામીને ચંડકૌશિક સર્પ બને. મા-બાપ દીકરાથી ડરે છે. તમામ ધર્મકરણીનું ફળ એક ક્રોધથી ખલાસ થઈ જાય છે. એકદમ શાંત થઈ જાવ. આત્માને સમતા, સમજણ, સમાધાનના ઘરમાં લઈ જાવ. મંદિરમાં જવાની જરૂર જ ન પડે. તમારું જીવન જ મંદિર બની જાય તેવું જીવો. સત્કાર્યો કરો. ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞાનો ત્યાગ કરી મનને મંદિર બનાવો. માયાને લોભસંજ્ઞાના ભાવ ભાવો. સમાધાનથી મનને મંદિર બનાવો. અશાંત મનને દરેક પરિસ્થિતિમાં શાંત રાખો. પરિવારમાં સ્નેહભાવ રાખો. કોઈ માટે પૂર્વગ્રહ ન રાખો. બીજા માટે લાગણી અને સ્નેહભાવ રાખો.
દરેક વ્યક્તિ પ્રત્યે સદ્ભાવ રાખો
સંજ્ઞાપ્રથાન અને પ્રજ્ઞાપ્રધાન જીવન જીવો. સ્વભાવનું પરિવર્તન કરતા શીખો. એક આત્મા શાશ્વત છે એવું માની લ્યો. આરાધના એવી કરો કે સર્વજ્ઞતા અને સિદ્ધત્વ તમારી નજીક આવી જાય. મુક્તિના મનોરથ એવા કરો કે મોક્ષ તમારી નજીક આવી જાય.
How to live ?
ઉતરાધ્યન સૂત્રમાં દેવભદ્રા અને યશોભદ્રને માવિત્રો સમજાવે છે કે આ અઢળક રિદ્ધિ સિદ્ધિ અને તમામ અનુકુળતા છે તો તમને કેમ વૈરાગ્ય આવ્યો છે ? તમારે કઠોર સંયમ જીવન લેવાની શું જરૂર છે ? ત્યારે બન્ને કુમાર કહે છે કે આ રિદ્ધિ સિદ્ધિ અમને અશાશ્વત લાગે છે. અશાશ્વત એટલે જે ટકવાવાળી નથી એ. સંસારના સુખો અંતરાયવાળા હોય છે. હે માવિત્રો ? અમને આ ઘરમાંજરાય ગમતું નથી. હાવ ટુ લીવ ? તમે ઘર છોડો નહીં તો પણ ચાલશે પણ જીવતા આવડવું જોઈએ.