મર્ડરના કેસમાં સમાધાન કરવા 50 લાખની માંગણી કરી યુવકને ઢીબી નાખ્યો
શહેરમાં ભાવનગર રોડ પર પી.ટી.સી. કોલેજ પાસે એકટીવા પર જઈ રહેલા યુવાનને રોકી સાતેક વર્ષ પહેલા મર્ડરના કેસમાં સમાધાન માટે 50 લાખની માંગણી કરી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ભો બે ભાઇઓએ યુવક સાથે મારમારી ધમકી આપતા પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી વિગત મુજબ ગંજીવાડા મેઇન રોડ પર મનીષ પાન નામની દુકાન સામે રહેતા અજય કરશનભાઈ વાઘેલા (ઉ.વ.30) એ થોરાળા પોલીસ મથકમાં સાહિદ અશરફભાઇ ઓડીયા અને તેના ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, સોમવારે પોતાનું એકટીવા લઇને ઘરેથી નીકળ્યો હતો. ભાવનગર રોડ પી.ટી.સી. કોલેજ પાસે પહોંચતા એક વાહન પર સાહિદ અશરફભાઇ ઓડીયા અને તેનો ભાઇ બંને આવી પોતાને રોકી 2019માં સાહિદના ભાઇની હત્યા થઇ હતી તેમાં પોતાનું નામ આવેલ હોઇ આ કેસમાં પોતે સમાધાન કરવા માટેની વાત કરી હોઇ, સમાધાનના બદલામાં હત્યાનો ભોગબનનાર ના ભાઇઓએ રૂ.50 લાખની માંગણી કરતા હતા. જે બાબતનો ખાર રાખી બંને શખસોએ યુવકને મારમારી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતાં થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.