તમારું બેંક એકાઉન્ટ બ્લોક થયું છે ચાલુ કરવા apk ફાઇલ ડાઉનલોડ કરતાં જ ફોન હેક
વોટ્સએપમાં લગ્નના આમંત્રણ બાદ નવો સ્કેમ
બેંકના નામે મેસેજ કરી આધાર કાર્ડ અપડેટ કરવાનું કહી લોકોને છેતરવાનો સાયબર માફિયાનો નવો કીમિયો
પેટા : દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, પણ સાથે સાથે હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. ખાસ કરીને મનોરંજન માટેની સોશિયલ સાઇટ્સની સાથે સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધ્યો છે. વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઇન ટ્રાન્જેક્શન જોખમ રૂપ બન્યું છે. સાયબર ક્રાઇમના ગુનામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. અને સાયબર ગઠિયાઓ નવા-નવા કિમિયાઓ શોધીને લોકોને છેતરી રહ્યા છે.જેમાં લગ્નની ડિજિટલ આમંત્રણ બાદ હવે તમારું એકાઉન્ટ જે તે બેંકમાં હોય છે.એ બેંકના નામે વોટ્સએપ મેસેજ કરી એકાઉન્ટ બળોટ કર્યાનું જણાવી એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે.બાદમાં તમારો ફોન હેક કરી દેવામાં આવે છે.
માહિતી મુજબ તાજેતરમાં હિમાચલ પ્રદેશ પોલીસ અધિકારીઓએ ‘વેડિંગ ઇન્વિટેશન સ્કેમ’ વિશે ચેતવણી આપી હતી. પોલીસે જણાવ્યું છે આ કૌભાંડ માટે, સૌથી પહેલા તમને લગ્નના કાર્ડની પીડીએફ મોકલવામાં આવશે. જે એકદમ રિયલ લાગશે. પરંતુ તમે તે apk ફાઇલ ડાઉનલોડ કરો કે તરત જ તેને ખોલો તો માલવેર વાયરસ તમારા ફોનમાં પ્રવેશ કરશે. આ સાથે, સાયબર ગુનેગારને તમારા ફોનની સંપૂર્ણ ઍક્સેસ મળશે અને તમારું ઉપકરણ હેક થઈ જશે.આ પછી તેઓ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ માટે તમારા ફોનનો ઉપયોગ કરી શકે છે. તમારા ફોનનું સંપૂર્ણ નિયંત્રણ હેકરના હાથમાં રહેશે. આવી સ્થિતિમાં, તેઓ તમારા ઉપકરણમાંથી કોઈપણને સંદેશા મોકલી શકે છે. ફોનમાં માલવેર એક્ટિવ હોવાને કારણે તે તમારો ડેટા પણ ચોરી શકે છે. તેમની પાસે તમારા ફોન પરની તમામ એપ્સ અને ફોલ્ડર્સની ઍક્સેસ પણ છે. સ્કેમર્સ તમારી જાણ વગર તમારું એકાઉન્ટ ક્લિયર પણ કરી શકે છે.
ત્યારે હવે ‘વેડિંગ ઇન્વિટેશન સ્કેમ’ બાદ ‘બેન્કિંગ સ્કેમ’ સામે આવ્યો છે.જેમાં તમરું બેંક એકાઉન્ટ જે તે બેંકમાં હોય છે.તેના નામએ અજાણ્યા નંબરમાંથી તમને વોટ્સએપ મેસેજ કરવામાં આવે છે.જેમાં જણાવ્યું હોય છે કે,તમારું બેંક એકાઉન્ટ હાલ બ્લોક કરી દેવામાં આવ્યું છે.અને જો તમે આ એકાઉન્ટ અનબ્લોક કરવા માંગતા હોય તો તમે નીચે મોકલેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં તમારો આધાર કાર્ડ નંબર એડ કરવાનો રેહશે. પરંતુ આ કરતાની સાથે જ તમારો ફોન હેક થઈ જશે અને તમારા ફોનનું તમામ એક્સેસ સાયબર ગઠિયાને મળી જશે.જેથી બેંક દ્વારા આ પ્રકારનો કોઈ પણ મેસેજ કરવામાં આવતો નથી.તેથી આવી સ્થિતિમાં, તપાસ કર્યા પછી જ અજાણ્યા નંબર પરથી મેસેજ ડાઉનલોડ કરો.અથવા તો સાયબર ક્રાઇમને જાણ કરો.