આજી વસાહતમાં પત્નીના પ્રેમીએ પતિની કરી કરપીણ હત્યા
બોથડ પદાર્થ અને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવાયું: પ્રેમીએ આધેડ સાથે ઝગડો કરી પતાવી દીધા: મૃતક લૂંટ અને મર્ડરનો
આરોપી હતો: હત્યારાને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યો
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આજી વસાહત નજીક ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે મૂળ જેતપુરના આધેડની પત્નીના પ્રેમીએ ઝગડો કરી બોથડ પદાર્થ અને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનાને જાણ થતા જ ડીસીપી ઝોન ર, થોરાળા પીઆઈ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને. ગણતરીની કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ શહેરમાં હત્યાની વધુ એક ઘટના જાહેર થઈ છે. મૂળ જેતપુરના એક ગામમાં રહેતા મુકેશભાઈ અરજણભાઈ ગુજરાતી નામના આધેડ ગઈકાલે રાત્રિના સમયે આજી વસાહત નજીક ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે હતા ત્યારે તેનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે,મુકેશભાઈની પત્ની સંજય રીક્ષાવાળા નામના શખ્સ સાથે રહેતી હતી.અને મૃતક ભટકતું જીવન જીવતા હતા.પત્ની સંજય સાથે રહેતો હોવાથી મૃતક અને સંજય વચ્ચે અનેક વાર બોલચાલી થતી હતી.ગઈકાલે મામલો ઉગ્ર બનતા સંજયે ઉશ્કેરાઈ મુકેશભાઈને બોથડ પદાર્થના અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
આ મામલે થોરાળા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરીને હત્યા કરનારા સંજયની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી.અને તેને આજે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવવાનો છે.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક મુકેશભાઈ સામે હત્યા, લૂંટ અને મારામારી સહિતની કલમો હેઠલ અગાઉ ગુના નોંધી ચૂક્યા છે.
કેશભાઈ અરજણભાઈ ગુજરાતી નામના યુવકની હત્યા થઈ છે. કોઈએ છરી કે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. ડીસીપી, એસીપી, એલસીબી, ડીસીબીની ટીમો અને થોરાળા પોલીસની ટીમોએ પહોંચી તપાસ શરૂ કરી છે.