પ્રેમલગ્ન ના કાગળો ગુમ થવા મામલે દંપતી વચ્ચે ઝગડો થયો હતો
ગાંધીગ્રામ ભારતીનગરમાં રહેતા અને 10 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર દંપતી વચ્ચે પ્રેમલગ્ન ના કાગળો ગુમ થવા મામલે ઝઘડો થયાં બાદ પત્નીએ પતિ પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.
આ મામલે ગાંધીગ્રામ પોલીસે ભારતીનગર શેરી નં.6 માં રહેતાં ભવાનભાઇ રવજીભાઇ નકુમ (ઉ.વ.45)ની ફરિયાદને આધારે તેની પત્ની વનીતાબેન ભવાન નકુમ સામે ગુનો નોંધ્યો હતો. ભવાનભાઈ રામાપીર ચોકડી પાસે આવેલ શાસ્ત્રીનગરમાં રહેતા ત્યારે તેની પત્ની વનિતાને તેના પાડોશમાં રહેતા જગદીશ સાથે પ્રેમ સંબંધ થઇ જતા બન્ને છ વર્ષ પહેલા ઘરેથી જતી રહી હતી બાદમાં દોઢેક મહિના પહેલા પત્નિ વનિતાનો ફોન આવેલ અને પોતે ગાંધીગ્રામના ભારતીનગરમાં હોય અને પ્રેમી તેના બાળક સાથે મુકીને જતો રહ્યો હોવાની વાત કરી હતી. જેથી ભવાનભાઈ ભારતીનગરમાં પત્નિ સાથે રહેવા ચાલ્યા ગયા હતા. ગઈ તા 11/09 ના રાત્રીના પત્ની વનિતા તેના પ્રેમલગ્નના કાગળો જે સુટકેશમાં રાખેલ હતા તે શોધતી હતી અને કાગળો બાબતે પતિ ભવાનને પુછતા, તેની ખબર નથી તેમ કહેતા ઝગડો કર્યો હતો અને સુટકેશમાંથી છરી કાઢી એક ઘા ઝીંકી દિધો હતો. બાદમાં વનિતાએ જ પતિ ભવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ હતી. ગાંધીગ્રામ પોલીસે વનિતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.