યુનિવર્સીટી રોડ ગેરેજમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર દરોડો: 6ની ધરપકડ
મહેફિલ માણતાં પાંચ અને દારૂની બોટલ સપ્લાય કરનાર સામે કાર્યવાહી
યુનિવર્સીટી રોડ મીચીસ રેસ્ટોરન્ટની સામે ધર્મશ ઓટો નામના ગેરેજમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડી દારૂની મહેફિલ માણતાં 5 શખ્સોની ધરપકડ કરી દારૂ અને બાઈટિંગ સહિતનો મુદ્દમાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં દારૂની બોટલ આપનારનું નામ ખૂલ્યા બાદ તેની પણ પોલીસે ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ યુનિવર્સીટી રોડ મીચીસ રેસ્ટોરન્ટની સામે ધર્મશ ઓટો નામના ગેરેજ સંચાલક યુનિવર્સીટી કર્મચારી સોસાયટી બ્લોક નં.૨૧માં રહેતા ધર્મેશભાઇ પ્રકાશચંદ્ર રાવલના ગેરેજમાં દારૂનો મહેફિલ ચાલતી હોવાની બાતમીને આધારે એલસીબી ઝોન-2ની ટીમના પી.એસ. આઈ.રામદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પડી દારૂની મહેફિલ માણતાં ગેરેજ સંચાલક ધર્મેશ સાથે ગાંધીગ્રામ મોચીનગર શેરી નં.૬ પ્લોટ નં.૨૦૪માં રહેતા ડ્રાઇવીંગ કરતાં મહેશભાઇ લુણસીભાઇ કનાલા, યુનિ. રોડ શિવશક્તિ કોલોની બ્લોક નં. ૧૯૬માં રહેતા રિક્ષા ડ્રાઈવર વિશાલ ધનશ્યામભાઇ ગરણીયા, રેલનગર આસોપાલવ રેસીડેન્સી બી-૩૦૩માં રહેતા રીકવરીનું કામ કરતાં કમલેશ નરેશભાઇ સાવલાણી, યુનિ. રોડ અજંતાપાર્ક સોસાયટી બ્લોક નં.૨૭માં રહેતા મંથન મનોહરભાઇ સોનાગરાની ધરપકડ બાદ પૂછપરછમાં દારૂની બોટલ કિલદિંપસિહ જાડેજાએ આપ્યાની કબૂલાત આપતા તેની પણ ધરપકડ કરી હતી.