ભગતવતી પરામાં રિક્ષા પાર્ક કરવા બાબતે ઝઘડો થતાં બે શખસો યુવક પર તૂટી પડ્યા
શહેરના સામે કાઠે આવેલી ભગવતીપરા સોસાયટીમાં રીક્ષા પાર્ક કરવા બાબતે ઝઘડો કરીને બે શખસોએ યુવકને ધોકાથી ફટકાર્યો હતો.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
વિગતો અનુસાર, ભગવતીપરા શેરી નં 2 માં રહેતો અને રીક્ષા ચલાવતો સદામ કુરેશીએ થોરાળા પોલીસ મથકમાં આરોપી સાગર બાળા અને વિવેક મેણીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં જણાવાયું હતું કે, ગત તારીખ 13મીએ રાત્રિના 11 વાગ્યા આસપાસ ભગવતીપરા શેરી નં.૩ માં રહેતા તેના બનેવીના ઘરે રીક્ષા લઈને ગયો હતો.ત્યારે બનેવીના ઘર નજીક રીક્ષા પાર્ક કરતા હોય તે દરમિયાન એક્સેસમાં આવેલ સાગર બાળા અને વિવેક મેણીયાએ અહીં કેમ રીક્ષા પાર્ક કરે છે તેવું કહી યુવક સાથે ઝઘડો કરીને ગાળો ભાંડવા લાગ્યા હતા. બંને શખસોએ યુવકને ઢીકાપાટુનો માર મારવા લાગતાં સદામ ત્યાંથી નાશી જઈને તેના નજીક જ રહેતા તેના ફઈના ઘરમાં ઘુસી ગયો હતો.અહી પણ બને યુવક અહી પણ ઘસી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.યુવકના નિવેદનના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે