પૈસા ઉછીના લેવાના બહાને ઘરમાં ઘૂસી બે માસુમ ભાઈઓની ક્રૂર હત્યા
બદાયૂં માં થયેલા હત્યાકાંડથી યુપી હચમચી ગયું
હત્યારો સાજીદ એનકાઉન્ટરમાં ઠાર, તેનો ભાઈ ફરાર: લોકોએ હત્યારાની દુકાન સળગાવી દીધી: ભારે તંગદીલી
ઉત્તર પ્રદેશના બદાયૂં શહેરમાં સાજીદ અને જાવેદ નામના બે ભાઈઓએ વિનોદ સિંઘ નામના પાડોશીના મકાનમાં પૈસા ઉછીના લેવાના બહાને ઘુસી વિનોદ સિંધના 13 અને 6 વર્ષના બે માસુમ બાળકોની ક્રૂર હત્યા કરતા સમગ્ર યુપી સ્તબ્ધ બની ગયું હતું. હત્યારાઓ પૈકીનો સાજીદ બાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. આ ક્રૂર હત્યાકાંડ ને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલી ફેલાઈ હતી. હજારો લોકોના ટોળા રસ્તા ઉપર આવ્યા હતા અને હત્યારા સાજીદની દુકાન સળગાવી દીધી હતી. પરિસ્થિતિ વિસ્ફોટક બનતા સમગ્ર બદાયૂં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. હત્યારાઓએ કરેલા હુમલામાં વિનોદ સિંઘ નો સાત વર્ષનો ત્રીજો પુત્ર પણ ઘાયલ થયો હતો.
આ ઘાતકી હત્યાકાંડ ની પોલીસ એફઆઈઆર માં નોંધાયેલી વિગતો અનુસાર હત્યારા સાજીદ અને મજીદ બદાયૂંની સિવિલ લેન્સમાં બાબા કોલોની માં વાળંદની દુકાન ધરાવે છે. તેમની પાડોશમાં જ રહેતા વિનોદ સિંહ કોન્ટ્રાક્ટર છે અને તેમના પત્ની સંગીતા બ્યુટી પાર્લર ચલાવે છે.
દરમિયાન મંગળવારે સાંજે સાજીદ વિનોદ સિંઘના ઘરે ગયો હતો. વિનોદ સિંઘતે સમયે ઘરમાં નહોતા. સાજીદે તેની સગર્ભા પત્ની હોસ્પિટલમાં હોવાથી 5000 રૂપિયાની મદદ કરવા માટે વિનોદ સિંધના પત્ની સંગીતાને વિનંતી કરી હતી. તેના અનુસંધાને સંગીતાએ ફોન કરતા વિનોદ સિંઘે 5000 રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. બાદમાં સંગીતાએ સાજીદને ચા પીવાનો આગ્રહ કર્યો હતો અને ચા પી લે પછી પૈસા આપવાની વાત કરી હતી.
એ સમયે સાજીદે પોતે અસ્વસ્થતા અનુભવ તો હોવાથી અગાસી ઉપર જવાની વાત કરી હતી અને વિનોદ સિંઘના 13 વર્ષના પુત્ર આયુષ અને છ વર્ષના પુત્ર હનીને પણ સાથે અગાસી ઉપર લઈ ગયો હતો. સાજીદે ઘરની બહાર ઉભેલા પોતાના ભાઈ મજીદને પણ અગાસી ઉપર બોલાવ્યો હતો. અને બાદમાં બંને નિર્દોષ માસુમ બાળકોને ગળા ઉપર ઉપરા છાપરી શિક્ષણ હથિયારના ઘા કરી વેતરી નાખ્યા હતા. હત્યારાઓએ સાત વર્ષના ત્રીજા પુત્ર પિયુષ ઉપર પણ હુમલો કર્યો હતો પરંતુ તે નજીવી ઇજા સાથે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
દરમિયાન સંગીતા ચા બનાવીને રસોડામાંથી બહાર આવી ત્યારે સાજીદ અને મજીદ છરીઓ અને લોહોભીના હાથ અને વસ્ત્રો સાથે નજરે પડ્યા હતા.સંગીતાને જોઈને સાજીદ અને મજીદ ,’ આજે અમારું કામ પૂરું થયું ‘ તેમ કહીને ભાગી ગયા હતા.
સાજીદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને હત્યારાઓના સગડ મેળવી પીછો કર્યો હતો. એ દરમિયાન ઘેરાઈ ગયેલા સાજીદે પોલીસ ઉપર ગોળીબાર કરતા પોલીસે વળતો ગોળીબાર કરી તેને ઠાર માર્યો હતો. સાજીદે કરેલા ગોળીબારમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર ઘવાયા હતા. નાસી છૂટેલા મસ્જિદને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા
આ બનાવને પગલે બદાયૂંમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. હજારો લોકો રસ્તા પર ઉતરી આવતા વાતાવરણ તંગ બન્યું હતું. ઉશ્કેરાયેલા લોકોએ સાજીદની દુકાન સળગાવી નાખી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે સંદેશાઓ વાયરલ થયા બાદ પરિસ્થિતિ વિસ્ફોટક બનવાના એંધાણ વર્તાતા જંગી પોલીસ કુમક તેનાત કરી દેવામાં આવી હતી. આખું બદાયૂં નગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
હત્યાના કારણ અંગે ઘેરું રહસ્ય
વિનોદ સિંઘે કહ્યું કે,”મારે સાજીદ સાથે કોઈ મતભેદ, વિવાદ કે દુશ્મની નહોતી. હકીકતમાં તો સાજીદ સાથે કોઈ ગાઢ સંબંધો પણ નહોતા. તેણે સગર્ભા પત્નીની સારવાર માટે મદદ માગી અને મેં પાડોશીના નાતે મદદ કરવાની હા પાડી અને તેનો બદલો તેણે મારા બે માસુમ પુત્રની હત્યા કરીને લીધો”.આ સંજોગોમાં આ ઘાતકી હત્યાકાંડના કારણ અંગે ભારે ભેદ ભરમ સર્જાયા છે.
