15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં મહિલા સહિત બે ને આજીવન કેદ
- સગીરાનું અપહરણ કરી અલગ અલગ શહેરમાં દુષ્કર્મ ગુજાર્યું*તું
રાજકોટ તા. ર૧: રાજકોટની 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ ઉર્ફે પકો જેઠવા અને આ કેસમાં તેની મદદ કરનાર મહિલા રેહાના એલ. શાહમદારને તકસીરવાન ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા કરતો હુકમ ફરમાવેલ છે
બનાવ સમયેની ભોગ બનનાર દિકરીની તે સમયે ઉંમર આશરે ૧પ વર્ષની હતી, તેણીને ગઇ તા. ૧૭/૦ર/ર૦૧૯ના રોજ રાત્રીના સમયે બહેલાવી ફોસલાવી અને આરોપી રેહાના તથા આરોપી પ્રકાશ ઉર્ફે પકો તથા અન્ય એક સગીર આરોપી સાથે ભોગ બનનારને ભગાડી ગયેલ અને મેટોડા એરીયાના એક કારખાનામાં રૂમ રાખીને રહેલ અને ત્યાં આરોપી પ્રકાશે ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ જેમાં આરોપી રેહાનાની મદદગારી હતી. ત્યારબાદ ભોગ બનનારને દ્વારકા, જામનગર, મુંબઇ જેવી જગ્યાઓ પર લઇ જવામાં આવેલ અને ત્યાં પણ આરોપી પ્રકાશે ભોગ બનનાર સાથે એકથી વધુ વખત શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ આરોપીઓ આશરે 11 દિવસ પછી પ્ર.નગર પોલીસના સકંજામાં આવેલા હતા અને પોલીસે ગુનો નોંધીભોગ બનનારની પુછપરછ કરેલી અને તેણીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવેલું અને તેણીએ મેજીસ્ટ્રેટ રૂબરૂ પણ હકીકતો લખાવેલી.
ઉપરોકત તમામ પુરાવાઓ તથા દલીલોના આધારે પોકસો કોર્ટના જજ બી. બી. જાદવે આજીવન કેદ તદઉપરાંત કુલ રૂા. ૩ર,૦૦૦/-નો દંડ ફટકારેલ છે અને દંડ ન ભરે તો વધુ કેદની સજાનો પણ હુકમ કરેલો છે તેમજ કોર્ટે રૂ. ર,૦૦,૦૦૦ વળતર પેટે ભોગ બનનારને ચુકવવાનો પણ આદેશ કરેલ છે. જે કામમાં એ.પી.પી. તરીકે મહેશભાઇ જોષી રોકાયેલ હતા.