રાજકોટ અને જુનાગઢ માંથી રૂ.6.75 લાખના મોટર સાઇકલ ચોરી કરનાર બે મિત્રો પકડાયા
શહેર જિલ્લા અને જુનાગઢની 17 જેટલી ચોરીના ભેદ ઉકેલાયા
ક્રાઇમ બ્રાંચના પી. આઈ એમ. આર. ગોંડલીયા અને ટીમની કામગીરી
રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય તથા જુનાગઢ જીલ્લા માંથી 17 જેટલા મોટર સાઇકલ ચોરી કરનાર બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઈ રૂા.૬.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
અમરેલીના ખાંભાનો વતની અને હાલ ગોંડલના સડક પીપળીયા ગામે રહેતા મુકેશ લાભુભાઇ મારડીયા અને મૂળ વિરપુરના અને હાલ રીબડા ગામ રેલ્વે સ્ટેશન પાસે, ધર્મભકિત સોસાયટી-૧માં રહેતો આશિષ વલ્ભભાઇ કાપડીને ચોરાઉ મોટરસાઇકલ સાથે ઝડપી લઈ પૂછપરછ કરતાં આ બંને શખ્સોએ રાજકોટ શહેર અને જિલ્લા તેમજ જુનાગઢ માંથી 17 જેટલા મોટર સાઇકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. મુકેશભાઇ લાભુભાઇ મારડીયા મજુરી કામ કરતો હોય રાજકોટ શહેર,ગોંડલ તથા જુનાગઢમાં મોટરસાઇકલ ચોરી કરી તે મિત્ર આશિષને સસ્તાભાવે વેચી નાખતો અને આશિષ તેના ઓળખીતાને ચોરી કરેલા મોટર સાઇકલમાં પોતાનો નફો મેળવી વેચી નખતો ચોરી કરેલ મોટર સાઇલકની આગળ પાછળની નંબર પ્લેટ તોડી અલગ અલગ જગ્યાએ ફેંકી દેતો હતો.
ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયા સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પી. આઈ. એમ.આર. ગોંડલીયા સાથે પી. એસ. આઈ એ.એન. પરમાર અને તેમની ટીમે કામગીરી કરી હતી.
રેકી કરી લોક વગરના અને મેગવીલ વાળા મોટર સાઇકલ ચોરી કરતાં
મુકેશભાઇ લાભુભાઇ મારડીયા મજુરી કામ કરતો હોય રાજકોટ શહેર,ગોંડલ તથા જુનાગઢ ખાતે ચોરી વાળી જગ્યાએ જઇ આજુબાજુ ફરી રેકી કરી પ્રથમ મોટર સાયકલ લોક મારેલ ન હોય તે જોઇ લઇ પછી તે મોટર સાઇકલને થોડે સુધી દોરીને લઇ જઇ ત્યારબાદતે મોટર સાયકલને ડાયરેકટ કરીને ચલાવીને ચોરી કરતો હતો. અને તે મોટર સાયકલ તેના મિત્ર આશિષને રૂા. ૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ માં વેચી નાખતો અને આશિષ તેના ઓળખીતાને પોતાનો નફો ચડાવી તે વેચતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મુકેશ મારડીયા મેગવીલ વ્હીલ હોય તેવા મોટર સાયકલ વધારે ચોરી કરતો હતો. તેમજ મોટાભાગે હોસ્પીટલની આજુબાજુમાં પાર્ક કરેલ હોય તેવા મોટર સાઇકલની ચોરી કરતો હતો.