પોલીસ ફરિયાદ કર્યાનો ખાર રાખી બે ભાઈઓએ મહિલાના ઘરમાં કરી તોડફોડ
રૈયાધારમાં જે.કે પાર્કનો બનાવ : ટીવી-ફ્રિજ તોડી 11 હજારનું નુકશાન કરી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ગુનો નોંધ્યો
શહેરમાં રૈયા ધારમાં જે.કે પાર્ક પાસે અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી બે ભાઈઓએ મહિલાના ઘરમાં ઘુસી પથ્થરના ઘા કરી ટીવી-ફ્રિજમાં તોડ ફોડ કરી 11 હજારનું નુકશાન કર્યું હતું.અને મહિલાને ઘર ખાલી કરી જતાં રહેવાનું કહી મારી નાખવાની ધમકી આપતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ રૈયાધારમાં જે.કે. પાર્ક ચોક પાસે રહેતા રંભાબેન ભીખાભાઈ અધારીયા (ઉં.વ. પર) એ નોંધાવેલી આરોપીમાં વાલજીભાઇ ઉફે પતાળીયો લાલજીભાઇ સાડમીયા અને વનરાજભાઇ ઉફે પોઠીયો લાલજીભાઇ સાડમીયાનું નામ આપતા જણાવ્યું હતું કે,ગત તા. ૩ ના રોજ પોતે પરિવાર સાથે ઘરે હતા ત્યારે પાડોશી નસીમબેન પોતાના ઘરે આવીને કહેલ કે તમારા સગાને તમારા ઘરે બેસાડો અમારા ઘરની બહાર બેસીને ગેરવર્તન કરે છે.
કહેતા પોતે ઘરની બહાર નિકળી જોતા આરોપીઓ પોતાની પાસે આવી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી અગાઉ પોતાના દીકરા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઇ હોય તે બાબતનો ખાર રાખી બંને શખ્સો ઘરમાં ઘુસી હું તમને બધાને અહી રહેવા નહી દવ અહી રહેશો તો તમને બધાને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી લોખંડના સળીયા અને પથ્થર વડે ટીવી-ફ્રીજમાં તોડફોડ કરી હતી.જેથી આ મામલે પોલીસમાં અરજી કરતાં આરોપીઓ ફરી ઘસી આવ્યા હતા.અને મહિલાના પતિને માર માર્યો હતો.જેથી આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બઅને શખસોની શોધખોળ કરી છે.