‘તારું ઇન્સ્ટાગ્રામમાં હાલી ગયું છે’ કહી યુવક પર ત્રિપુટીનો હુમલો
રાજકોટમાં રેલનગરમાં રહેતા યુવકને રેલનગર જવાના રસ્તે બોલાવીને ત્રિપુટીએ ‘તારું ઇન્સ્ટાગ્રામમાં હાલી ગયું છે’ તમે કહીને છરીના ઘા ઝીંકી દેતા તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ રાજકોટના રેલનગર મૈસુરભગત ચોક પાસે અજય ઉર્ફે અજુ સંજયભાઇ સોલંકીએ નોંધાવેલઈ ફરિયાદમાં આરોપીમાં રહીશ ખાટકી ઉર્ફે અબુ મહમદ ભાડુલા અને બે અજાણ્યા શખ્સોનું નામ આપતા જણાવ્યું હતું કે,તેને છેલ્લા દોઢેક વર્ષ થી મુસ્કાન સાથે મિત્રતા હોય અને બન્ને ઘણીવાર બહાર ચા-પાણી નાસ્તો કરવા માટે મળતાહોય છે.તા.20/01ના સવારના ચારેક વાગ્યાની આસપાસ તે તેની મિત્ર સપના કનોજીયા સાથે કાલાવડ રોડ કે,કે,વી. હોલ પાસે આવેલ જય સીયારામ ચાની હોટલ પાસે બેઠા હતા ત્યારે મુસ્કાને તેના મોબાઇલ માથી વોટ્સએપ કોલ કરેલ અને કહેલ કે,હુ રવેચી હોટલ મેસુરભગત ચોક પાસે રેલનગર જવાના રસ્તે એકલી છુ જેથી તેઓ મુસ્કાનને લેવા માટે રવેચી હોટલ ખાતે પહોંચેલ અને મુસ્કાનને મળેલ ત્યારે મુસ્કાન સાથે તેનો પતિ સાહીલ વાધેર,રહીશ ખાટકી ઉર્ફે અબુ મહોમદભાઈ ભાડુલા તેમજ અજાણ્યા વ્યક્તિઓ હોય તેઓએ યુવકને ડમ્પર પાસે લઈ ગયેલ અને ‘તારું ઇન્સ્ટાગ્રામમાં હાલી ગયું છે’ કહી છરી વડે હુમલો કરી માર માર્યો હતો.જેથી આ મામલે યુવકે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.