એલઆઈસી સોસાયટીમાં 80 હજારના વાયરો ચોરનાર ત્રણ મહિલા પકડાઈ
રાજકોટમાં ટાગોર રોડ પર આવેલી એલઆઇસી સોસાયટીમાં નવનિર્મિત મકાનના બાથરૂમમાંથી રૂ.80 હજારના વાયરની ચોરી કરી નાસી છૂટેલી ત્રણ મહિલાને એ. ડિવિઝન પોલીસે પકડી રૂ..7800 નો બરેલો કોપર વાયર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે ટાગોર રોડ પર જનતા સોસાયટીમાં રહેતાં ધર્મેશભાઈ મોહનભાઈ ડોબરીયા (ઉ.વ.41)નું એલ.આઈ.સી. સોસાયટી શેરી નં.2 બ્લોક નં.32 માં નવનિર્મિત મકાનના બાથરૂમમાં રહેલા રૂ.80 હજારનો વાયર ચોરી થયો હતો.જે મામલે ફરિયાદ થતા એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતા ચોરીને અંજામ આપનાર શાસ્ત્રી મેદાન પાસેથી લક્ષ્મી વિજય સોલંકી (રહે. રામનાથપરા શેરી નં.1), સોનલબેન રાયધન બાવાજી ક(રહે. કુબલીયાપરા શેરી નં.5) અને પૂજા રાજુ ટોપલીયા (રહે. કુબલીયાપરા) ને દબોચી લઈ રૂ.7800 નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી. ત્રણેય મહિલા વાયરની ચોરી કરી તેમાંથી કોપર કાઢી વેંચવાની હતી ત્યારે જ પોલીસના હાથમાં આવી ગઈ હતી. અગાઉ પણ ત્રણેય મહિલા વાયર ચોરીના ગુનામાં પકડાઈ ચીક છે.