રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ સહીત ત્રણ સામે મારમારી,ધમકીની વળતી ફરિયાદ
‘અમારુ કોઇ કંઇ બગાડી નહિ લે’ કહી પાઇપ વડે માર મારી હાથમાં ફેક્ચર કરી નાખ્યું : યુવકે સારવાર લીધા બાદ કુવાડવા પોલીસે હાજર થઈ ત્રિપુટી સામે ગુનો નોંધાવ્યો
કુવાડવાના સણોસરા ગામે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ કથીરીયા પર પ્રજાસત્તાક પર્વની સવારે ગામના જ ઇલ્યાસ નામના શખ્સે અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખીને લોખંડના પાઇપથી હુમલો કરી માર માર્યો હતો. આ બનાવમાં હવે સણોસરાના ઇલ્યાસએ પણ તાલુકા પંચાયતના પ્રમુખ સહીત ત્રણ સામે મારમારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
બનાવની માહિતી મુજબ સણોસરા ગામમાં રહેતા ઇલ્યાસ રહીમભાઈ શેરસીયા (ઉ.વ.૪૧)એ વળતી ફરિયાદ નોંધાવી આરોપી તરીકે ચેતનભાઇ ચંદુભાઇ કથીરીયા, રવીભાઇ ચંદુભાઇ કથીરીયા અને ચોટી રાજસ્થાનીના નામ આપતા જણાવ્યું હતું કે,૨૬મી જાન્યુઆરીએ સવારે સાડા દસેક વાગ્યે ગામના ગેઇટ પાસે હતા ત્યારે ચેતનભાઇ, રવિભાઇ અને તેની દૂકાનમાં કામ કરતાં ચોટી રાજસ્થાની તેમની પાસે આવ્યા હતાં. જેમાં ચેતનભાઇએ ‘તું સાજો થઇ ગયો. અમારુ કોઇ કંઇ બગાડી નહિ લે’ તેમ કહ્યુ હતું. બાદમાં રવિભાઇ અને ચેતનભાઇએ પાઇપ, ધોકાથી હુમલો કર્યો હતો. ચોટીએ પણ ધોકાથી હુમલો કરી હાથ-પગમાં માર માર્યો હતો. અને શરીરે ઇજાઓ થઇ હતી. માણસો ભેગા થઇ જતાં ચેતનભાઇએ આગળની તારી ફરિયાદ પાછી ખેંચી લેજે, ગામ મુકીને જતો રહેજે તેમ કહી ધમકી આપી હતી. ઘટનાની માણસો ભેગા થઇ જતાં તે ભાગી ગયો હતો. અને વાંકાનેર હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં કુવાડવા પોલીસ મથકે આવી ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.