મવડી પ્લોટમાં વિધાર્થીની છેડતી કરનાર રોમિયોને ઠપકો આપતા મહિલાને ધમકી
માતા-પુત્રી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
ઓમનગર વિસ્તારમાં અગાઉ પરિણીતાં અને બાદમાં સ્કૂલે જતી તેની 13 વર્ષની પુત્રીની છેડતી કરનાર રોમિયોને છાત્રાના પિતાએ ઠપકો આપતા રોમિયોની માતા અને ભાભુએ છાત્રાના ફૈબાના ઘરે જઇ જાનથીમારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મવડીવિસ્તારમાં રહેતી 37 વર્ષીય પરિણીતાએતાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે પ્રદીપ દિનેશભાઇ પતરીયાઅને પુષ્પાબેન દીનેશભાઇ પતરીયા અને સંગીતાબેન અશોકભાઇ પતરીયાના નામ આપ્યાછે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,આગાઉ તેઓ ઓમનગરમાં રહેતાત્યારે અહીં શેરી નં.2 તેમની જ જ્ઞાતિનો પ્રદિપ પતરીયા રહેતો હતો અને તેપરિણીતા ઘર પાસે ઉભી હોય ત્યારે ખરાબ ઇશારા કરતા હતો અને ગીત ગાતો જેથીપરિવારને વાત કરતા તેને સમજાવ્યો હતો પણ તે માન્યો ન હતો અને પરિણીતાનીમસ્તી કરતો હતો.જે તે સમયે પોલીસમાં અરજી આપી હતી.બાદમાં અહીં ઘર વેચીપરિણીતાનો પરિવાર મવડી ચોકડી પાસે રહેવા આવી ગયો હતો.
દરમિયાન તા.15/12 ના પરિણીતાની 13 વર્ષની દીકરીએ વાત કરી હતી કે,છેલ્લાપંદર દિવસથી પ્રદીપ હું સ્કૂલ જાવ ત્યારે અહીં આવેલી પાનની દૂકાને ઉભો રહીખરાબ ઇશારા કરી ગીતો ગાઇ પરેશાન કરે છે.આવાત પરિણીતાએ પતિને કરતા તે પુત્રીને શાળાએ મૂકવા ગયા હતાં.ત્યારેપણ પ્રદિપે પિતાની હાજરીમાં સગીરાને ઇશારા કર્યા હતાં.આ બાબતેસમજાવવા જતા પ્રદીપે છાત્રાના પિતા સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યોહતોજોકે સમાધાન થઈ જતાં ફરિયાદ કરી ન હતી.બાદમાં તા.16/12ના પ્રદીપના ભાભુ સંગીતાબેન અને તેની માતા પુષ્પાબેન બંનેછાત્રાના ફૈબાના ઘરે આવી તેને ગાળો આપી કેમ અમારા ઝઘડામાં વચ્ચે પડો છો? તેમ કહી ઝઘડો કર્યો હતો.આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.