યુનિવર્સિટી રોડ ઉપર માધવપાર્કમાં બંધ મકાનમાંથી રૂા.૧.૫૦ લાખની ચોરી
ઘરે સંતાનનો જન્મ થતાં પિતાના ઘરે રહેવા જતા તસ્કરો લાભ લઈ ગયા
રાજકોટમા છેલ્લા એક સપ્તાહથી તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે ત્યારે વધુ એક ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. યુનિવર્સિટી રોડ પર એફ.એસ.એલની પાછળ માધવપાર્કમા ભાડે રહેતા યુવાનના બધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂા.૧.૫૦ લાખની માલમતા ચોરી ગયા હતા.
માધવપાર્ક શેરી ન.૧ મા રહેતા કમલભાઇ પ્રવિણભાઇ ચૌહાણે યુનિવર્સિટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે,પોતે છુટક ડ્રાઇવીંગ કરે છે.તાજેતરમા તેમના ઘરે સતાનનો જન્મ થયો હોય જેથી છેલ્લા એક અઠવાડીયાથી ભાડાના મકાનને તાળુ મારી બને નાના મોવા રોડ પર શ્યામનગરમા રહેતા પિતાના ઘરે રોકાયા હતા. તેમના બધ મકાનને તસ્કરો નિશાન બનાવી કબાટમા રાખેલા રૂા.૪૫૦૦૦ રોકડા અને રૂા.૯૫૦૦૦ ની કિમતના સોનાના દાગીના ચોરી ગયા હતા.
માલીક નિલેશભાઇ વાઘેલા દરરોજ પૂજા કરવા આવતા હોય મકાનમાલીક નિલેશભાઇએ ઘરમા ચોરી હોવાની જાણ કરી હતી.યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.