પેટ્રોલ બોમ્બ ફેંકી શહેરમાં ભયનું વાતાવરણ ઉભુ કરનાર લુખ્ખાઓના પગ રી-કન્સ્ટ્રક્શનમાં ડગમગ્યા..!
શહેરમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે નકળંગ ટી- સ્ટોલ ખાતે પાન-ફાકીના ૧૦૦ રૂપિયા બાબતે માથાકુટ કર્યા બાદ ચાર શખ્સોએ પેટ્રોલ બોમ્બ ફેંકી હોટલ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓની ધરપકડ કરી કાયદાનું જ્ઞાન તેમની જ ભાષામાં આપ્યું હતું.જે બાદ બનાવનું રી-કન્સ્ટ્રક્શન પંચનામુ કરવાં માટે આરોપી જયદેવ અને ચિરાગને લઈ આવતા બંનેના પગ ડગમગ્યા હતા. જો કે જે વિસ્તારમાં આરોપી લુખ્ખાગીરી ચલાવતા હોય ત્યાંના રહીશો અને દુકાનદારો પાસે માફી પણ માગતા નજરે આ નજારો જોવા લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા.