સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગના શૂટરો કચ્છથી પકડાયા
માતાના મઢ દર્શન કરવા આવ્યાની માહિતી મળતા પશ્ચિમ કચ્છ LCBએ ઝડપી લીધા
ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે શૂટરોને પશ્ચિમ કચ્છ એલસીબીએ માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતાં. બિહારના 24 વર્ષીય વિકી ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલ નામના બન્ને શૂટરોએ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરી માતાના મઢ દર્શન કરવા આવ્યા હતા ત્યારે બંનેને પશ્ચિમ કચ્છ એલ.સી.બી. ઝડપી લઈ મુંબઈ પોલીસ હવાલે કર્યા હતા.
મુંબઇમા સલમાન ખાનના ઘર પર ફાયરીંગ કરી બે શખ્સો ભાગી ગયા હોય જેની તપાસમાં બંને પશ્ચિમ કચ્છમા માતાના મઢ બાજુ આવ્યા છે એવી માહિતી મળતા પશ્ચિમ કચ્છ એસલસીબીના પી. આઈ સંદીપસિંહ ચુડાસમા અને તેમની ટીમે બાતમીના આધારે બિહારના નરકટિયા ગંજના મસહી થાણાના વિકી સાહેબ ગુપ્તા (ઉવ 24)અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ (ઉવ21)ની ધરપક કરી હતી. વધુ તપાસ માટે આરોપીઓને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે અને મુંબઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને શખ્સો મુંબઈથી ટ્રાવેલ્સ મારફતે કચ્છ પહોંચ્યા હતા. બંને માતાના મઢ દર્શન કરી ટ્રાવેલ્સ કે બસમાં બનાસકાંઠા થઈ રાજસ્થાન ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.
કચ્છ-ભુજ રેન્જના આઇજી ચિરાગ કોરડીયા તથા ડીઆઇજી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી. આઈ એસ.એન. ચુડાસમાં, એ.એસ.આઇ જયદીપસિંહ ઝાલા, બલભદ્રસિંહ રાણા, પોલીસ હેડ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મહીપાલસિંહ પુરોહીત તથા શક્તિસિંહ ગઢવીએ કામગીરી કરી હતી.