પત્નીના ચરિત્ર ઉપર શંકા કરી બન્ને બાળકો પોતના નહિ હોવાનું માની હત્યા કરી
ગોંડલમાં એક પરિવારના ૩ અને ૧૩ વર્ષના બે સગા ભાઇઓના ભેદી મોતનો ભેદ ઉકેલાઈ ગયો હતો બંનેને તેના પિતાએ જ ઝેર આપી હત્યા કરી હોવાનું ખુલતા પિતાની પોલીસે ધરપકડ કરી હતી. બન્ને પુત્રો તેના નહિ હોવાનું અને પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરી તેણે બન્ને પુત્રોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ગોંડલ પંથકમાં ચકચાર જગાવનારી આ બનાવમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો.ગોંડલમાં વોરા કોટડા રોડ પર સબ જેલની નજીક સરકારી આવાસ ક્વાર્ટરમાં રહેતાં રોહિત રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૩) અને તેના ભાઇ હરેશ રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૧૩)ને દરગાહે ભોજન લીધા બાદ રાતે ઘરે ઉલ્ટીઓ થવા માંડતાં પિતા રાજેશભાઇ પ્રેમજીભાઇ મકવાણાએ બંનેને ગોંડલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. ત્યાં હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ મોડી રાતે બંને ભાઇઓએ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.આ બનાવમાં ભેદભરમ સર્જાયું હતું. ન્યાઝના જમણમાં ઘણા બધા લોકો હાજર હતા છતાં બન્ને બાળકોને ઝેરી અસર કઈ રીતે થઇ તે બાબતે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા ભેદ ઉકેલાઈ ગયો હતો. રાજેશના લગ્ન કોડીનારના આલીદર બોલીદર ગામના હીરલબેન સાથે થયા હતાં. સંતાનમાં બે પુત્ર હરેશ (ઉ.વ.૧૩) અને રોહિત (ઉ.વ.૩) છે. રાજેશભાઇએ ૨૦ દિવસ પૂર્વે જ પત્ની હિરલને છુટાછેડા આપ્યા હતા. રાજેશ અવાર નવાર હિરલના ચારિત્ર્ય ઉપર શંકા કરી આ બન્ને પુત્રો તેના નહી હોવાનો આક્ષેપ કરતો હતો.રાજેશે જ બન્ને પુત્રને જમવામાં ઝેર આપી હત્યા કરી હોય ગોંડલ પોલીસે બન્ને બાળકોની હત્યા બદલ રાજેશની ધરપકડ કરી હતી.