સાધુનો વેશ ધારણ કરી મદારી ગેંગે જેતપુરના 70 વર્ષીય વૃદ્ધને પણ છેતર્યા’તા
એક સપ્તાહ પૂર્વે અમરેલી LCBએ બંને ઢોંગી સાધુને પકડતા ગુના કબૂલયા : એડ્રેસ પૂછવાના નામે વૃદ્ધના સોનાના 1.50 લાખના ઘરેણાં ઉતારી લઇ છેતરપિંડી કરી હતી
અમરેલી એલસીબીની ટીમને એક સપ્તાહ પૂર્વે મોટી સફળતા મળી હતી. જેમાં સાધુનો વેશ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કરતી મદારી ગેંગના બે શખ્સોને પકડ્યા હતા. અને તેઓનો પૂછતાછમાં તેમને જેતપુરના વૃદ્ધને પણ 1.50 લાખમાં ઉતાર્યાની કબૂલાત આપતા જેતપુર ઉધોગનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
મળતી વિગતો મુજબ શામજીભાઇ ગોકળભાઈ ગોહેલ નામના 70 વર્ષીય વૃદ્ધે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં દેહગામના શાયરનાથ ઉર્ફે કનાનાથ પરમાર અને સંજયનાથ કવરનાથ પરમારનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓ 15/7ના પોતાનું બાઇક લઇને પેઢલાથી જેતપુર જતાં હતા. ત્યારે રસ્તામાં કોઈ કાળા કલરની કાર મળી હતી. અને કારના ડ્રાઇવરે તેમને રોકી એડ્રેસ પૂછ્યું હતું ત્યારે તે કારમાં આરોપી સાધુનો વેશ ધારણ કરી બેઠો હતો.અને વૃદ્ધને 100ની નોટ આપી ત્યાર બાદ પોતે ભૂખ્યા છે,અને તમારા પરિવારનું સારું થઈ જશે તેમ કહી વૃદ્ધ સોનાના 1.50 લાખના ઘરેણાં ઉતારી લીધા હતા.અને ભાગી ગયા હતા.તો બીજી બાજુ એક સપ્તાહ પૂર્વે અમરેલી એલસીબીની ટીમે આ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી મદારી ગેંગના બે શખ્સોને દબોચી લીધા હતા,અને તોએએ ચોરીની કબૂલાતમાં જેતપુરના વૃદ્ધને છેતર્યાની કબૂલાત આપતા જેતપુર ઉધોગનગર પોલીસમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી કરી છે.