બીમાર પત્નીને મરવા મજબૂર કરનાર પતિ પકડાયો
રાજકોટમાં ગાંધીગ્રામમાં આવેલા સત્યનારાયણ નગરમાં રહેતા દંપતી વચ્ચે ઝગડો થતાં તે વાતનું લાગી આવતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે મામલે ગાંધીગ્રામ પોલીસે પતિ સામે મારવા મજબૂર કર્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. માહિતી મુજબ સત્યનારાયણ નગર શેરી નં-૦૩માં રહેતા કવિતાબેનને ટીબીની બીમારી હતી. અને તેના પતિ મોહિત મહેશભાઇ રાઠોડને સીગરેટ પીવાની ટેવ હતી.જેથી પતિને પતિને સીગરેટ પીવાની ના પાડતા બંને વચ્ચે ઝગડો થયો હતો. જે વાતનું કવિતાબેનને લાગી આવતા તેણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અને આ મામલે ગાંધીગ્રામ પોલીસે મૃતક કવિતાબેનના ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી મોહિતની ધરપકડ કરી છે.