વ્યાજે આપેલી રકમની ઉઘરાણી બાબતે યુવતી ઉપર નામચીન શખસે દુષ્કર્મ ગુજાર્યું
તોપખાના માંથી અપહરણ કરી ભગવતીપરા નજીક વાડીમાં લઈ જઈ દુષ્કર્મ કરી મારમાર્યો
નામચીન શખ્સ અને પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ સામે ગુનો નોંધાયો
રાજકોટમાં રહેતી યુવતીનું ભીસ્તીવાડમાં રહેતા કુખ્યાત હિસ્ટ્રીશીટર હકુભા ખીયાણી, તેની પત્ની, તેના પૂત્ર, પુત્રવધુ અને એક અજાણ્યા શખસે અપહરણ કરી હાકુભાએ દુષ્કર્મ ગુજારતા આ બનાવમા બી ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મ, પોક્સો, એટ્રોસિટીનો ગુનો નોંધાયા બાદ પોલીસે નામચીન હકુભા સહિતની ટોળકીને સકંજામાં લીધી છે.
ભોગ બનનાર સગીરાની બહેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું ફરિયાદીના ભાઇ રવીએ હકુભાના દિકરા એઝાજની પત્નિ મિતલ પાસેથી એક લાખ રૂપીયા વ્યાજે લીધેલ હોય અને તેના જામીનમા ફરીયાદીના બહેન પડેલ હોય અને આ રૂપીયા રવીએ મીતલને પરત આપી દીધેલ હોય તેમ છતા હકુભા તથા તેની સાથેના મીરજાદ હકુભા ખીયાણી સોનીબેન એઝાજ ખીયાણી,ખતુબેન હકુભા ખીયાણી તથા એક અજાણ્યો શખ્સે ફરીયાદીના મમ્મીના ઘરે આવી પૈસાની ઉઘરાણી કરતા હોય જેના ત્રાસના કારણે ફરીયાદીની ભાણેજ પ્રગતીએ આરોપીઓ વિરૂધ્ધમા હકુભા ખીયાણી તથા તેનો દિકરો મિરઝાદ તથા ઇકબાલ તથા અલી વિરૂધ્ધમા પ્ર.નગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ દાખલ કરાવેલ હોય જે ફરીયાદમા સમાધાન કરવા બાબતે હાકુભા સહિતની ટોળકીએ ફરીયાદીના મમ્મીના ઘરે આવી ગાળો આપી ધમકી આપી અપહરણકરી ભગવતીપરા સુખ સાગર સોસાયટી આગળ આવેલ વાડીમા લઇ જઇ ત્યા ફરીયાદી તથા ભોગબનનારને મોટરકારમાથી નીચે ઉતારી મોટરકારમા પુરી રાખી ઢીકા પાટુનો માર મારી આરોપી યુવતી ઉપર મરજી વિરૂધ્ધ ખુલ્લી જગ્યામા દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદ ભગવતીપરા ખાતે આવેલ ડેલા ખાતે લઇ
ત્યાં પણ અડપલાં કર્યા હતા.સગીરા બેભાન જેવી થઇ જતા માસીએ હિમ્મત આપી માંડ માંડ ગ્રીનલેન્ડ ચોકડી પહોચ્યા હતા અને મને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરી હતી બી ડીવીઝન પીઆઈ આર જી બારોટ અને ટીમે દુષ્કર્મ, એટ્રોસિટી, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.