તબીબ યુવતીને બ્લેકમેઈલ કરી કારખાનેદારે 1 લાખ પડાવ્યા
ઇન્સ્ટાગ્રામમાં ધરાર ફ્રેન્ડશીપ કરીને ધમકાવતો : ફોટા વાયરલ કરીને બદનામ કરતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી
રાજકોટમાં રહેતી અને અગાઉ અન્ય રાજ્યમાં તબિબનો અભ્યાસ કરતી યુવતીને સ્કૂલમાં સાથે ભણતા અને હાલ કારખાનુ ચલાવતા યુવાને તેને ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી બાદમાં યુવતિ જ્યાં ભણતી હતી ત્યાં જઈ તેને ધમકાવી બીચ પર બોલાવી ફોટા પાડી લઇ પરાણે ફેન્ડશીપ રાખવા દબાણ કરી ધમકીઓ આપી બ્લેકમેઈલ કરી 1 લાખ પડાવી લેતા યુવતીએ ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.
આ બનાવમાં મામલે ભોગ બનનાર એમબીબીએસનો અભ્યાસ પુરો કરી ચુકેલી યુવતિનીએ પોતાની ફરિયાદમાં આરોપીમાં નાના મવા રોડ પર ગ્રાન્ડ સેન્ટ્રલ મોલ સામે નહેરૂનગર-૪માં રહેતાં કારખાનેદાર હેમીલ હસમુખભાઇ પાદરીયાનું નામ આપતા જણાવ્યું છે કે, છ એક વર્ષ પહેલા એમબીબીએસનો અભ્યાસ કરવા વલસાડ ગઇ હતી. તે સમયે હેમિલ નામના ઇન્સ્ટાગ્રામ આઇડીમાંથી ફેન્ડ રિક્વેસ્ટ આવતા તેને તપાસ કરતાં સ્કૂલ સમયમાં સાથે અભ્યાસ કરતો હેમીલ પદરીયા હોવાનું જાણવા મળતા તેની રિક્વેસ્ટ એક્સેપટ કરી હતી.બાદમાં બંને વાતો કરતા હતા.વર્ષ ૨૦૧૯માં હેમીલ એક દિવસ રૂબરૂ મળવા વલસાડ આવ્યો હતો. ત્યારે ધરાર ફ્રેન્ડશીપ રાખવા દબાણ કર્યું હતું.અને ન રાખે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.ઉપરાંત દબાણ કરીને કટકે કટકે 1 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.અને બંનેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હોવાથી કંટાળી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તેની અટકાયત કરી છે.