ઈમિટેશનના કારખાનામાં થયેલી રૂ.2.40 લાખની ચોરીનો ભેદ ખુલ્યો
રાજકોટ વર્ધમાન ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનામાં થયેલ રૂ.2.40 લાખની ચોરીનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી રાજસ્થાની કારીગરની ધરપકડ કરી હતી.
કનકનગર સોસાયટી મેઈન રોડ પર રહેતાં કનકભાઈ ચિમનભાઈ પારકર છેલ્લા સાતેક વર્ષથી ઈમીટેશનનું જોબવર્કનું કામ કરે છે.તેમનું નવા થોરાળા વર્ધમાન ઈન્ડસ્ટ્રીઝ એરીયા રામનગર શેરી નં.44 ની સામે આવેલ આર.આર.પ્લેટર્સ નામના કારખાનામાં ગઈ તા.24ના ચોરી થઇ હતી. તિજોરીમાં રાખેલ રોકડા રૂ.2.40 લાખ કોઈ અજાણ્યો શખ્સ કારખાનામાં ઘુસી ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી. કારખાનામાં હાલ 8 મજુરો છેલ્લા આઠેક વર્ષથી કામ કરે છે. કારખાનું બે માળનું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમા કારખાનાની ઓફીસ અને મજુરો ઇમીટેશનનું જોબવર્ક કામ કરે છે અને બીજા માળે મજુરોની રહેવા જમવાની વ્યવસ્થા છે. થોરાળા પોલીસે આ બાનવમાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા તેમના કારખાનામાં કામ કરતો અને ત્યાંજ રહેતો રાજસ્થાની પરબત લધારમ ચૌધરી ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયો હતો.થોરાળા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા કારખાનેદારનો પુત્ર જય બપોરે જમવા ગયા બાદ ડુપ્લીકેટ ચાવીથી તિજોરી ખોલી રૂપિયા ચોરી ત્યાં જ રાખી દીધાં હતાં.