અપહરણના કેસમાં સજા પડતાં આરોપીના ભાઈએ યુવતી પર કર્યો હુમલો
ઉપલેટાના ખારચીયા ગામની ઘટના : માર મારી ઘરમાં તોડફોડ કરતાં પોલીસે ગુનો નોંધ્યો
ઉપલેટાના ખારચીયા ગામે રહેતી યુવતી એક યુવક પર અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીને 20 વર્ષની સજા પડતાં તેનો ખાર રાખી આરોપીના ભાઈએ તેના ચાર સાગરીતો સાથે મળી હુમલો કરી યુવતીના ઘરમાં તોડફોડ કરતાં ભાયાવદર પોલીસે ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ ખારચીયા ગામે રહેતી પાયલબેન નરશીભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાહુલ ભીખાભાઇ પંચાસરા અને તેના ચાર સાગરિતોના નામ આપતા જણાવ્યું હતું કે,તેની રાહુલના ભાઈ સાગર પર અપહરણનો કેસ થયો હતો. જેમાં સાગરને 20 વર્ષની સજા પડી હતી. જેનો ખાર રાખી રાહુલ તેના ચાર સાગરીતો સાથે પાઇપ અને કુહાડી લઈને યુવતીના ઘરે ઘસી આવ્યો હતો.અને યુવતીને માર મારી તેના ઘરમાં તોડફોડ કરી હતી. અને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.