સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ માથું ભટકાડયુ
સળિયામાં માથા પછાડી લોહીલુહાણ થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો
સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલા આરોપીએ ગઇકાલે સળિયામાં માથું ભટકાડતા તેને લોહીલુહાણ હાલતમાં વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ જાફરાબાદના નરેશ જીવાભાઈ જોડિયા (ઉ.વ.27)ને ગઈકાલે સુત્રાપાડા પોલીસે ગુનામાં પકડ્યો હતો. જેથી તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે સવારનાં પાંચેક વાગ્યાની આસપાસ લોકઅપના સળિયામાં માંથું ભડકાડતા માથાનાં ભાગે ઈજા પહોંચી હતી. જેથી આરોપીને સારવાર અર્થે વેરાવળ સરકારી હોસ્પિટલ બાદ જુનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.હાલ તેને કયા કારણોસર માથું ભટકાડયુ તે વિશે નિવેદન પણ પોલીસને લખાવ્યું નથી.