Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટમાં લૂંટારુ ટોળકીનો આતંક : બે કલાકમાં ત્રણ યુવકોને છરી ઝીંકી લૂંટયા

Mon, December 2 2024

ભગવતીપરા રેલ્વે ફાટક પાસે રાત્રિના 9 વાગ્યે ફાકીના પૈસા માંગી યુવકની હત્યાનો પ્રયાસ કર્યો : 10:30 વાગ્યે જુના માર્કેટિંગ યાર્ડ પાસે પાણીપુરીના ધંધાર્થીને છરીના ઘા ઝીંકી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી : 11 વાગ્યે ગોંડલ રોડ માલધારી સોસાયટીનાં ખુણે યુવાનને છરી બતાવી રોકડ રૂ.10 હજાર અને મોબાઈલ લૂંટી લીધો : એક શખ્સની પોલીસએ કરી અટકાયત

રાજકોટમાં લુખ્ખાઓ અને આવારા તત્વો બેફામ બન્યાં હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ સતત ટોચ પર જઈ રહ્યો છે.ત્યારે રવિવાર રાત્રિના ચાર લૂંટારુ શખસોએ રાજકોટમાં આતંક મચાવ્યો હતો.અને માત્ર બે કલાકના અંતરમાં ત્રણ સ્થળે લૂંટને અંજામ આપીને ત્રણ યુવકને છરીના ઘા ઝીંક્યા હતા.અને આ મામલે પોલીસ દ્વારા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ  ભગવતીપરા શેરી નં.1 માં રેલ્વે ફાટક પાસે રહેતો હાર્દીક ઉર્ફે હિતેશ નટુભાઇ ચૌહાણ(ઉ.વ.24) રવિવાર રાત્રિના 9 વાગ્યાની આસપાસ તેઓ ઘર પાસેના પાનના ગલ્લાની નજીક હતા ત્યારે તેણી પાસે ત્રણ અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા.અને યુવક પાસેથી ફાકીની માંગણી કરી હતી.જેથી યુવકે આપવાની ના પડતાં લુટારુ ટોળકી ઉશ્કેરાઈ હતી.અને યુવકને રેલવે પાટા પાસે લઇ જઈને છરીના ઘા ઝીંકી તેના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા.ઘટનાની જાણ યુવકના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.અને તેને સારવાર અર્થે ખસેડ્યો હતો.અને આ મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ઘટનાને અંજામ આપીને લુટારુ ટોળકી 10.30 વાગ્યા આસપાસ જુના માર્કેટિંગ યાર્ડ પાસે પહોંચી હતી.અને આ મામલે પોલીસ ફરિયાદ કરનાર દિપકભાઈ અમરસિંગ નિસાદ (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શની ઉર્ફે ચાડીયો કલુ ઉધરેજીયા (રહે. ભગવતીપરા, આશાપીરની દરગાહ પાસે) નું નામ આપતાં જણાવ્યું હતું કે,તેઓ પાણીપુરીની લારી ચલાવી વેપાર કરે છે. શનિવારે પોતાની લારી જયુબેલી માર્કેટ ખાતે લગાવેલી અને રાત્રીનાં સાડા દશેક વાગ્યાનાં આસપાસ પાણીપુરીની લારી લઇ ઘરે જતો હતો તે સમયે કરણાભાઇનાં ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુની સરકારી સ્કુલ તરફની શેરી આગળ પહોચેલ તે સમયે ત્રણ શખ્સો ઘસી આવેલ તે પૈકી એક શખ્સે કહેલ કે મને પાણીપુરી ખવડાવ તે વખતે તેને કહેલ કે મારી પાસે પાણીપુરી નથી.જેથી એક શખ્સે પાછળથી આવી ગળા પાસે છરી મુકી કહેલ કે તારી પાસે જે પૈસા હોય તે કાઢીને આપી દે તેમ કહેતા યુવકે આખા દિવસની કમાણીનાં ભેગા થયેલ રૂ.1500 આપી દિધેલ તે વખતે ત્રીજા શખ્સે તેને હાથની હથેળીમાં છરીનો ઘા કરી દિધેલ હતો. તેમજ એક અન્ય શખ્સે પેન્ટનાં ખીસ્સામાંથી મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો.

ત્યાર બાદ આ ત્રિપુટી સાથે વધુ એક શખ્સ જોડાયો હતો.અને તેઓએ 11 વાગ્યા આસપાસ માલધારી સોસાયટીનાં ખુણે હિતેષભાઇ પ્રભાતભાઇ ડાંગર નામના યુવકને છરી બતાવીને રૂ.10 હજાર અને મોબાઈલની લૂંટ ચલાવી હતી.ભોગ બનનાર હિતેષભાઇએ બુમાબુમ કરતા સામેની બાજુએ ઉભેલ લોકો પૈકી કેટલાક છોકરાઓ ચારેય શખ્સોને પકડવા માટે દોડયા અને એક શખ્સને પકડી પાડેલ જેને પકડવા જતા તે શખ્સે છરીથી હુમલો કરતાં અમીતભાઇ ખોયાણી નામના યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.અને પકડી પાડવામાં આવેલા સની ઉર્ફે ચડીયો કલુ ઉધરેજીયાને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.અને તેની પ્રાથમિક પૂછતાંછમાં બાકીના ત્રણ શખ્સો ગ્રીનલેન્ડ ચોકડી તરફ ભાગી ગયાનું જાણવા મળતા તેણી શોધખોળ કરી હતી.જેથી માત્ર બે કલાકના અંતરમાં ચાર શખસોએ લૂંટ ચલાવીને ત્રણ યુવકોને છરીના ઘા ઝીંક્યા હતા.

Share Article

Other Articles

Previous

ડેંગ્યુ કાબૂમાં, તાવ-શરદી ‘આઉટ ઑફ કંટ્રોલ’

Next

ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મુદે ટિપ્પણી કરનાર રાજુ સખિયા સામે પોલીસ ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

દેશમાં 2030 સુધીમાં 50 ટકા ઓડી કાર ઇલેક્ટ્રિક હશે
બિઝનેસ
9 મહિના પહેલા
ભારત અને કતાર વચ્ચે શું થઈ સહમતી ? વડાપ્રધાન મોદી કોને મળ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
આજે મર્યાદિત બ્રિજમાન્ડલ યાત્રા સાથે સરકારે મુખ્ય આરોપીનું નામ જાહેર કર્યું, નૂહ સહિતના શેહરોમાં કડક જાપ્તો
નેશનલ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધી ફરી પાછા અલગ અંદાજમાં દેખાશે કેવી રીતે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર