આટકોટ-ગોંડલ રોડ ઉપર મળેલી હત્યા કરેલી લાશનો ભેદ ઉકેલાયો
ભાડલાના મયંક સુરેશ કુબાવતની અપહરણ કરી હત્યાના બનાવમાં પોલીસ છ શખ્સોને સકંજામાં લીધા છે. આટકોટ નજીક ગોંડલ જતા રોડ પર આવેલી વીર વચ્છરાજ હોટલ પાસેથી મયંક સુરેશ કુબાવતનો મૃતદેહ મળ્યો હતો. મયંક એન તેના ત્રણ મિત્રો ચોરી કે લૂંટના ઇરાદે નીકળ્યાની શંકાએ છ શખ્સોએ તેનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મોટા દડવાથી ખરચીયા વચ્ચેના રોડ પર આવેલી વીર વચ્છરાજ હોટલ પાસેથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો તપાસમાં મૃતક ભાડલાનો મયંક સુરેશ કુબાવતહોવાનું ખૂલ્યું હતું. પેટ્રોલ પંપ નજીકથી તેનું બાઈક મળી આવ્યું હતું. જેના પરથી તેની ઓળખ થઈ હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શનમાં પીએસઆઇ ડી.જી. બડવા અને પીએસઆઇ એચ. સી. ગોહિલ અને તેમની ટીમે તપાસ હાથ કરતાં મયંકે ચોટીલાની દેવીપૂજક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ ત્રણ ચાર વર્ષથી ચોટીલા રહેતો હોવાનું ખુલ્યું હતું. બનાવની રાતે મયંક અને તેની સાથેના બીજા બે યુવાનોદેવીપુજક વછરાજ હોટલ પાસે ચા પીવાઊભા રહ્યા હતા. ત્રણેયનો હાલ હવાલ જોઈ ત્રણેય ચોરી કે લૂંટફાટ કરવાનીકળ્યા હોવાનું ત્યા હાજર લોકોને શંકા ગઈ હતી.ત્રણેય લોકો ત્યાંહથી દડવા તરફ જવા નીકળ્યાર એ દરમિયાન આગળ પેટ્રોલ પંપહોયᅠહોટલમાંથી કોઈએ પંપમાં કામ કરતા કર્મચારીઓને સાવધાન કર્યા હતા આદરમિયાન મયંક અને તેના બે મિત્રો પંપ પાસે બાથરૂમ જવા ઊભા રહેતા પંપમાં કામ કરતા કર્મચારીઅને સંચાલકોએ ત્રણેય લૂંટ કરવા આવ્યાની શંકાએ લાકડીઓ લઈ દોડયા હતા જેમાં મયંક હાથમાં આવી જતા મયંકને લાકડીવડે બેફામ માર મારવામાં આવ્યો હતો જયારે બાકીના બે શખ્શો ત્યાાથી ભાગી ગયા હતા. ત્યામરબાદ મયંકને મોટરસાયકલ ઉપર બેસાડી હોટલ ઉપરલાવવામાં આવ્યોા હતો ત્યાં પણ મયંકને માર મારવામાં આવ્યોહ હતો વધુ પડતામાર ના લીધે મયંક હોટલ પાસે ઢળી પડ્યો હતોઅને તેનું મોત થયું હતું.
શરૂઆતમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની શંકામાં ગઈ હતી
મયંકની હત્યાના આ બનાવ શંકાસ્પ્દ લાગતા પોલીસે મયંકને દેવીપુજક મહિલા સાથેપ્રેમ પ્રકરણ હોયતેના કારણે તેની હત્યા થઈ હોવાની દિશામાં તપાસ કરી હતી પરંતુ મયંક સાથે રાત્રે સાથેરહેલા બે દેવીપુજક યુવકોએ બનેલી ઘટનાની જાણ મયંકના પત્નીમને કરતા આહત્યાથનો બનાવ સામે આવ્યોી હતો.મૃતકનાકાકા વિજય જમનાદાસ કુબાવતની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી છ આરોપીઓને સકંજામાં લઈ લેવાય છે.