રાજસ્થાનથી અફીણ લાવી સુરતમાં સપ્લાય શખસ ઝડપાયો
સુરતની ખટોદરા પોલીસે રાજસ્થાનથી અફીણ લાવી સુરતમાં અલગ અલગ જગ્યા પર અફીણની સપ્લાય કરતા ઈસમની ધરપકડ કરી છે.
સુરતની ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે ખટોદરાના શ્રીરામ માર્બલ સામે શિવાની કોમ્પ્લેક્સમાં રહેતા એક ઈસમ પાસે નશીલા પદાર્થો છે અને તે તેનું વેચાણ સુરત સીટીમાં અલગ અલગ જગ્યા પર કરે છે. ત્યારે આ બાતમીના આધારે ખટોદરા પોલીસના સ્ટાફ દ્વારા શિવાની કોમ્પ્લેક્સના D-304 નંબરના ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન હનુમાન રામ છોટુરામ ચૌધરી નામના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ઈસમ પાસેથી પોલીસને નસાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ અફીણ મળ્યું હતું. જેનું વજન 2480 ગ્રામ છે અને તેની કુલ કિંમત 12,40,300 રૂપિયા થાય છે.
ખટોદરા પોલીસે હનુમાન રામ છોટુરામ ચૌધરીની ધરપકડ કરી તેની પાસેથી અફીણ ઉપરાંત એક મોબાઇલ એક વજન કાંટો, 98 નંગ પ્લાસ્ટિકની કોથળીનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.