‘તું ફિલ્ડમાં કેમ જતો નથી’ કહી યુવકને સુપરવાઇઝરે જ્ઞાતિ પ્રત્યે ધૂત્કાર્યો
શહેરના માધાપર ગામે આવેલી એસએમએફજી ગ્રામશક્તિ ફાયનાન્સ કંપનીમાં લોન ઓફિસર તરીકે નોકરી કરતાં યુવકને સુપરવાયઝરે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે આકાશવાણી ચોકમાં ભગતસિંહ ગાર્ડન પાસે ભાડાના મકાનમાં રહેતા નિલેશ વાલજીભાઈ રાઠોડે ફાયનાન્સ કંપનીના સુપરવાયઝર યુવરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ૨૪ માર્ચે નિલેશ ઓફિસે હતો ત્યારે યુવરાજસિંહે તેને `તું ફિલ્ડમાં કેમ જતો નથી અને જાય છે તો પાછો સાંજ સુધી આવતો નથી, તારો સામે જવાબ આપવાનો એટીટ્યુડ કાઢી નાખજે’ કહી ગાળો આપવા લાગ્યો હતો.
આ પછી નિલેશની અટક અને જ્ઞાતિ પૂછી તેને ધૂત્કારતાં નિલેશે આવું ન કરવાનું કહેતાં જ ફડાકા મારી દીધા હતા સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.