ગોંડલમાં ઘર કંકાસમાં પરણીતાએ ઝેર ગટગટાવ્યું : સારવારમાં
રાજકોટ જિલ્લામાં આપઘાત અને અપઘાતના પ્રયાસના બે બનાવો સામે આવ્યા છે. જેમાં લોધીકા તાલુકાના મેટોડા ગેટ નંબર 1 નજીક સહજાનંદ સોસાયટીમાં રહેતા આધેડએ સુરાપુરા દાદાના મંદિરે હતા ત્યારે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવાર શોકમાં ગરક થયો છે. જ્યારે ગોંડલમાં ગોંડલના મોવૈયા રોડ પર પરિણીતાએ ઘર કંકાસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પ્રથમ બનાવમાં લોધીકા તાલુકાના મેટોડા ગેટ નં. ૧ નજીક સહજાનંદ સોસાયટીમાં રહેતા જેઠાભાઇ જીવણભાઈ ચાવડા નામના 45 વર્ષીય આધેડે પોતે ગામમાં સુરાપુરા દાદાના મંદિરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને અહી તેમનું ચાલુ સારવારમાં મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડને બ્લડપ્રેશર અને અન્ય બીમારી હોવાથી તેઓ ચિંતામાં રહેતા હતા.જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજા બનાવમાં ગોંડલમાં સાસરું ધરાવતી અને ત્રણેક મહિનાથી જામનગર માવતરના ઘરે રિસામણે રહેતી અસ્માબેન ઈરફાનભાઈ મુલા નામની ૩૦ વર્ષીય પરિણીતાએ રાત્રીના મોવૈયા રોડ પર જેનું લાગી આવતા ઝેર દવા ગટગટાવી લેતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી છે. અને પતિ અવારનવાર ઝગડો કરતાં આ પગલું ભર્યાનું જણાવ્યું હતું.