ધો.11માં ઓછા માર્ક આવ્યાની ચિંતામાં વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા
એક વર્ષ પૂર્વે નવલનગરની તરૂણીએ અમીન માર્ગ પર શાળાના પાર્કિંગ પાસે એસિડ પી લીધું’તું : સારવારમાં દમ તોડ્યો
શહેરના નવલનગરમાં રહેતી વિદ્યાર્થીનીએ એક વર્ષ પૂર્વે અમીન માર્ગ પર આવેલી શાળાના પાર્કિંગ પાસે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેણીને અમદાવાદ, રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી હતી. બાદમાં ઘરે લઇ જવાઇ હતી ગઇકાલે તેણીએ સારવારમાં તેનું મોત નીપજ્યું હતું.
વિગત મુજબ નવલનગર-૯માં રહેતી જાહલબેન વિપુલભાઇ ચાવડા (ઉં.વ.૧૭) નામની છાત્રાએ એક વર્ષ પહેલા અમિન માર્ગ પર આવેલી બારદાનાવાલા સ્કૂલ પાસે પાર્કિંગમાં એસિડ પી લેતા રાજકોટ હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાઇ હતી. લાંબી સારવાર બાદ હાલ ઘરે હતી દરમિયાન સવારે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરી હતી.આપઘાત કરનાર જાહલબેન એક ભાઇથી મોટી હતી તેના પિતા નોકરી કરે છે.પરિવારજનોએ જણાવ્યું હતું કે જાહલબેન બારદાનવાલામાં ધોરણ-૧૧માં ભણતી હતી. તેને ત્યારે પરિક્ષામાં ઓછા માર્કસ આવ્યા હોઇ આગળ જતાં ૧૨માં ધોરણમાં તકલીફ પડશે તેવી ચિંતામાં તે રહેતી હતી. આથી ઘરેથી શાળાએ જતી વખતે રસ્તામાં કોઇ દુકાનેથી એસિડ લીધુ હતું અને બાદમાં શાળાના પાર્કિંગ પાસે પી લીધુ હતું. હાલ આ મામલે માલવિયાનગર પોલીસે નોંધ કરી હતી.