નવા થોરાળામાં વૃદ્ધાના મકાનમાંથી તસ્કરો 1.40 લાખની મતા ચોરી ગયા
તિજોરીને ચાવી વડે ખોલી રોકડ અને સોનાના ઘરેણાં ચોરી તિજોરીને ફરી લોક કરી નાખી : એક માસ બાદ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી
રાજકોટમાં તસ્કરોએ પડાવ નાખ્યો હોય તેમ દિન પ્રતિદિન ચોરીને અંજામ આપી રહ્યા છે.ત્યારે નવા થોરાળામાં ખોજા જમાત ખાનાની સામે રહેતા વૃદ્ધાના મકાનમાં એક માસ પૂર્વે તસ્કરો ત્રાટક્યા હતા.અને ચાવી વડે તિજોરી ખોલી તેમ રહલી રોકડ રકમ અને સોનાં ઘરેણાં મળી કુલ રૂ.1.40 લાખની મતા ચોરી જતાં થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિગત મુજબ નવા થોરાળા ૮૦ ફુટ ખોજા જમાત ખાનાની સામે સર્વોદય સોસાયટી શેરી નંબર-2માં રહેતા સોમીબને ગોવીંદભાઇ પરમાર નામના 70 વર્ષીય વૃદ્ધાએ ચોરીની થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ પરિવાર સાથે રહે છે.જેમાં પુત્રને તે નીચેના રૂમમાં અને પોતે ઉપરના રૂમમાં રહે છે.પોતાના રૂમમાં કબાટમાં આવેલી તેજોરીમાં રોકડ અને અન્ય સોનાના દાગીના રાખ્યા હતા. ગત તા.31-10ને તેઓને પૈસાની જરૂરિયાત પડતાં ચાવી વડે તિજોરી ખોલવા જતાં તિજોરી ખૂલી ન હતી.જેથી પુત્રને તિજોરી ખોલવા માટે બોલાવ્યો હતો.અનેક પ્રયાસ બાદ તિજોરી ન ખોલતા તેનો લોક તોડી નાખ્યો હતો.અને અંદર જોતાં તેમ રોકડ રકમ 11 હજાર,અને અલગ અલગ સોનાના દાગીના રૂ.1,29,500 મળી કુલ રૂ.1,40,500ની મતા ચોરી થયા હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી કોઈ તસ્કર તિજોરીને ચાવી વડે ખોલી તેને ફરી લોક કરી ચોરી કરી જતાં થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એચ. ટી. ઝીંઝાળાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.