જુનાગઢમાં વરલી મટકા અને ક્રિકેટના સટ્ટાના સટ્ટા ઉપર SMCનો દરોડો:બે ની ધરપકડ,33ના નામ ખૂલ્યા
જુનાગઢ,ધોરાજી,જેતપુર અને પૂનાના શખ્સો કપાત કરાવતા*તા
રૂ. 59520ની રોકડ સહિત રૂ.69540નો મુદ્દમાલ કબજે
જૂનાગઢ જશાપર રોડ ઉપર સર્વોદય સોસાયટીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે વરલી મટકા અને ક્રિકેટના સટ્ટાના જુગાર ઉપર દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી 33 શખ્સોના નામ ખોલ્યા છે. આ દરોડામાં ક્રિકેટની આઈડી આપનાર સહિત તમામની ધરપકડ માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. એસએમસીએ રૂ.59,520ની રોકડ સહિત રૂ.69,540નો મુદ્દમાલ કબજે કર્યો હતો.
જૂનાગઢ જશાપર રોડ ઉપર સર્વોદય સોસાયટીમાં રહેતા મિતેશ ઉર્ફે ટેમ્પો કિશોરભાઈ અઢિયા જે વરલી મટકાનો ધંધો તેમજ ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈડી બનાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પડ્યો હતો. મીતેશ તેમજ જૂનાગઢ વિદ્યાનગર, ખલીલપુર રોડ બ્લોક નં. 15માં રહેતા બ્રિજેશ વિનોદભાઈ પાગદારની ધરપકડ કરી તપાસ કરતાં 33ના નામ ખૂલ્યા હતા. જેમાં ચોટીલાનો વિરાટ. (વરલી મટકાના હિસાબ રખનાર તથા ક્રિકેટ સટ્ટાની આઈડી ઉપર રમનાર), વરલી મટકાના હિસાબ રખનાર જૂનાગઢનો શાહનવાજ, નેહલ અને અબુભાઈ તેમજ વરલી મટકાના અંકડા કપાત કરનાર જાવિદ,વાપીનો કિશોર,પૂનાના અપુભાઈ,રાકિશ, સચિન,મુકેશ,સાવરકુંડલાના નાશીર, ધોરાજીનો મોઈન જુનાગઢનો અસલમ મામુ,જેતપુરનો મૌલિક, સંજય, જુનાગઢના આશિફ, ફિરોજ, આરીફ, બચુ ગામેતી સહિતના 33 શખ્સોના નામ ખૂલ્યા છે. જે તમામની ધરપકડ માટે તેમની શોધખોળ શરૂ કરી છે.