દુકાનના માલિક સોમનાથ દર્શને ગયા અને કર્મચારી 4.77 લાખનો માલ લઇ છું
પુષ્કરધામ મેઇન રોડ પર આવેલી મોબાઇલની દુકાનમાં સાત વર્ષથી કામ કરતાં કર્મચારીનું કારસ્તાન
રાજકોટમાં મોબાઈલની દુકાનમાં સાત વર્ષથી કામ કરતાં કર્મચારીએ વફાદારીને નેવે મૂકી છેતરપિંડીને અંજામ આપ્યો હતો. જેમાં પુષ્કરધામ રોડ નંદીપાર્ક મેઈન રોડની સામે આવેલ ધ કીંગ ચોઈસ નામની દુકાનમાં નોકરી કરતાં કર્મચારીએ માલિક સોમનાથ ફરવા ગયા ત્યારે દુકાનમાં રહેલો કુલ રૂ.4.77 લાખનો સમાન લઇ છૂમંતર થઈ જતાં યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વિગતો મુજબ સાધુવાસવાણી રોડ પર વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૫માં રહેતા અને પુષ્કરધામ રોડ નંદીપાર્ક મેઈન રોડની સામે આવેલ ધ કીંગ ચોઈસ નામની મોબાઇલની દુકાન ધરાવતા સંકેતભાઈ ભરતભાઈ પૈજા(વ્યાસ)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેને ત્યાં સાત વર્ષથી નોકરી કરતાં જેતપુરના અને રાજકોટમાં રાખી રહેતા શૈલેષભાઈ ઉમેદરાય ખીલોસીયાનું નામ આપતા જણાવ્યું હતું કે,ગત તા. ૦૭/૦૨ના તેઓ પરિવાર સાથે સોમનાથ ફરવા ગયા હતા ત્યારે આરોપી શૈલેષ દુકાનની ચાવી આપી દુકાન બે દિવસ સંભાળવા આપી હતી અને બાદ ત્યાંથી પરત આવી શૈલેષને ફોન કરતાં તેને ફોનમાં પોતે જેતપુર ગયો હોવાનું જણાવ્યું હતું જેથી ફરિયાદી સંકેતભાઈ દુકાન ખોલતા દુકાનમાંથી ટોસીબા હાર્ડ ડીસ્ક,આઈફોન -૧૧, એપલની વોચ સીરીઝ ૮ અલ્ટ્રા નંગ-૧૨ ,એપલની વોચ સીરીઝ ૭ નંગ-૧૨ પીસ,એપલના એર્પોડ નંગ-૦૮ ,એપલના અર્પોડ-૨ નંગ-૦૮,એપલના એર ર્પોડપ્રો નંગ -૧૨ અને ફોશીલની વોચ નંગ-૧૭ કુલ મળી કિ.રૂ.૪,૭૭,૫૦૦નો સામાન જોવા ન મળતા આરોપીને ફોન કર્યો હતો અને તેનો ફોન બંધ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.અને આ મામલે યુનિવર્સિટી પોલીસે આગળની તપાસ પીએસઆઇ બી.આર.ભરવાડને સોંપી છે.
