સુરતમાં IPLની નકલી ટિકિટ વેચવાનું કૌભાંડ પકડાયુ
ડુપ્લિકેટ વેબસાઈટથી લોકોને છેતરતા, 7ની ધરપકડ
સુરતમાં IPLની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. મુંબઈ સાયબર સેલ એ મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીની કરી ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો IPLની વેબસાઈટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા હતા.
નકલી IPLની વેબસાઇટ બનાવી લોકોને છેતરતા આરોપીની મુંબઇ સાયબર સેલે સુરતથી ઝડપી પાડ્યા છે. કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ નકલી વેબસાઇટ બનાવી લોકોને છેતરતા હતા. નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા. ત્યારે આરોપીઓની ધરપકડ કરીને મુંબઇ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરાઇ છે.
મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ થઇ રહ્યું છે. ક્રિકેટ રસીકો લાંબી લાઇનોમાં ઉભા રહેવું ન પડે અને ઘરબેઠા ટિકિટ બુક કરાવી શકે તે માટે ઓનલાઇન બુકીગ થઇ રહ્યુ છે. ત્યારે ગઠિયાઓ પણ સક્રિય બન્યા હતા અને ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને છેતરપિંડી શરૂ કરી હતી. જો કે મુંબઈ સાયબર સેલ દ્વારા સુરતમાં ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર સહિત 7 વ્યક્તિની ધરપકડ કરી છે.