રાજકોટમાં રહેતી સગીરાના ઘરમાં ઘુસી પીપળીધામના સેવકે કર્યા શારીરિક અડપલા
પાંચેક માસ પહેલાં પીપળીધામ મંદિરે સગીરા અને તેનો પરિવાર સેવામાં ગયો ત્યારે પરિચય થયો : સગીરાના માતા-પિતા બહાર જતા ઘરમાં ઘુસી જઈ શરીરે ચેનચાળા કર્યા : માતા-પિતા ઘરે આવી જતા ઢગાને બાથરૂમમાં પુરી પોલીસને જાણ કરી ગુનો નોંધાવ્યો
રાજકોટમાં રહેતી 14 વર્ષની સગીરાના ઘરમાં ઘુસી પીપળીધામના સેવકે શરીરે અડપલાં કરતાં ચકચાર મચી જવા પામી હતી.સગીરાના માતા-પિતા ઘરની બહાર ગયા ત્યારે ઢગો ઘરમાં ઘુસી ગયો હતો.અને સગીરા સાથે ન કરવાનું કર્યું હતું.જયારે સગીરાના માતા-પિતા અચાનક ઘરે આવી જતા ઢગાને અર્ધનગ્ન હાલતમાં પકડી પાડી બાથરૂમમાં પુરી દીધો હતો.જયારે આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
વિગત મુજબ સગીરાની માતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ સુરેન્દ્રનગર પાટડીના પીપળીધામ ગામે રહેતાં મુળ ગાંધીનગર માણસાના વાઘેલાવાસના મહાવીરસિંહ ઉર્ફ હકો ભુપેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૨) નું નામ આપતા જણાવ્યું હતું કે,તેમની 14 વર્ષની દીકરી અને પતિ સાથે આજથી પાંચેક મહિના પહેલા સુરેન્દ્રનગરના પાટડી પીપળીધામ દર્શન કરવા ગયા હતાં. અને ત્યાં પંદર દિવસ રોકાયા હતાં. આ સમયે દિકરી ઇન્સ્ટાગ્રામમાં આશ્રમમાં કામ કરતાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં બંને મેસેજ કરી વાત કરતા હતાં. આ વાતની જાણ થતાં ફરિયાદીએ મોબાઇલમાંથી ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ડીલીટ કરી નાખી હતી. તેમજ દિકરીને ફોન આપવાનું બધું કરી દીધુ હતું.પરંતુ દિકરી ભણતી હોય તેને હોમવર્ક મોબાઇલ ફોનમાં આવતું હોય જેથી ફરી ફોન આપ્યો હતો.
દરમિયાન સોમવારે ૨૧મીએ પરિણીતા પતિના નાસ્તાના સ્ટોલ પર ગયા હતા. એ વખતે દિકરી ઘરે એકલી હતી. સાડા ત્રણેક વાગ્યે ઘરે પરત આવતા દરવાજો ખુલ્લો હોઇ ઘરમાં જતાં દિકરી બેડમમાંથી ઉભી થઇ સામે આવી હતી. જેથી રમમાં બીજુ પણ કોઇ હોવાની શંકા જતાં દિકરીને પુછતાં તેણે કોઇ નથી એવું કહ્યું હતું. પણ અંદર જઇને જોતાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા બેડરૂમના બાથરૂમમાં છુપાયેલ હતો.તેને બહાર કાઢતાં તે અર્ધન હાલતમાં હતો. અહિ શું કરે છે? પુછતાં તેણે કોઇ જવાબ આપ્યો નહોતો.બાદમાં પરિણીતાએ પતિને ફોન કરી બોલાવ્યા હતાં. તેણે મહાવીરસિંહને ઠપકો આપ્યો હતો. મહાવીરસિંહ ઉર્ફ હકાનો થેલો ચેકે કરતાં તેમાંથી કોન્ડોમનું સીલપેક પેકેટ અને છરી મળી આવ્યા હતાં.બાદમાં માતાએ સગીરાને પૂછતાં તેણી જણાવ્યું હતું કે,મહાવીરે તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.જેથી મહાવીરને ફરી બાથરૂમમાં પુરી પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.અને ગુનો નોંધાવતા પોલીસે મહાવીરની ધરપકડ કરી હતી.