રાજકોટના વેપારીનો અટકોટમાં આવેલા પેટ્રોલપંપ પર લૂંટ અને તોડફોડ
વેપારીએ ઉછીના પૈસા ન આપતા બાબરાના શખસે પંપ પર હંગામો કરી 8 હાજર રોકડ લૂંટી ગયો
રાજકોટમાં રહેતા વેપારીનો આટકોટમાં આવેલો સૂર્યદીપ જીઓ બીપી પેટ્રોલ પંપ ખાતે બાબરા રાણપરના શખસે પંપમાં તોડફોડ કરી અને 8 હજારની લૂંટ કરી લેતા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
વિગતો મુજબ ફરિયાદી રાજકોટમાં રૈયા રોડ પર રહેતા અલ્કેશભાઈ જીલુભાઈ ખાચરએ પોલીસ ફરિયાદમાં આરોપીમાં રઘુ વાળા (રહે.રાણપર તા. બાબરા)નું નામ આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી આટકોટમાં ગ્રીન હોટલ આગળ સૂર્યદિપ એન્ટરપ્રાઇઝ નામનો રીલાયન્સ (જીયો બીપી
)નો પેટ્રોલપંપ મારા મોટાભાઈ દીનેશભાઈ નામેથી ચલાવે છે. ગત તા.25ના તેઓ ઘરે હતા.ત્યારે રાત્રીના પોણા બારેક તેમણે ત્યાં નોકરી કરતાં યુવકે ફોન કરી જણાવ્યું હતું કે,આરોપી રઘુ નંબર પ્લેટ વગરનું બાઈક લઇને પંપે પેટ્રોલ પુરાવા માટે આવ્યો હતો.અને પેટ્રોલ પુરાવ્યા બાદ તેની પાસેથી પૈસા માંગતા તેને ઝગડો કર્યો હતો.અને પેટ્રોલપંપમાં તોડફોડ કરી 30 હજારનું નુકશાન કરી રોકડ 8 હજાર લૂંટીને ભાગી ગયો હતો.બનાવનું કારણ એ હતું કે,આરોપી રઘુએ થોડા દિવસ પૂર્વે અલ્કેશભાઈ પાસેથી 35 હજાર ઉછીના માંગ્યા હતા.જે આપવાની ના પડતાં તે વાતનો ખાર રાખીને પેટ્રોલપંપમાં તોડફોડ કરી હતી.આ મામલે પોલીસ રઘુ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.