- બાબરિયા કોલોની અને શ્રદ્ધા પાર્ક પાસે વાહનોમાં કરી તોડફોડ : ત્રિપુટીની ધરપકડ
રાજકોટ શહેરના શ્રદ્ધા પાર્ક પાસે કવિ કલાપી ટાઉનશીપમા રહેતા યુવાને અગાઉ થયેલા મારામારીના કેસમાં સમાધાન કરવાનું કહી તેને અને તેના મામા કે જેવો બાબરીયા કોલોનીમાં રહે છે ને ધમકી આપી વાહનોમાં તોડફોડ કરી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી આરોપીનો ધરપકડ કરી છે.
વધુ વિગત મુજબ શ્રદ્ધા પાર્ક પાસે કવિ કલાપી ટાઉનશીપમાં રહેતા સુરજ કાળુભાઈ મોરી (ઉ.વ ૨૫) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જોશ ઉર્ફે બાવકો અરવિંદભાઈ ગોહેલ, દિનેશ ઉર્ફે બચ્યું અરવિંદભાઈ ગોહેલ અને ચિરાગ ઉર્ફે બકાલીનું નામ આપતા જણાવ્યું હતું કે, બાબરીયા કોલોની વિસ્તારમાં રહેતા તેના મામા પપ્પુભાઇ ભાલીયાએ દિનેશ અને તેના બે ભાઈ જોશ ઉર્ફે બચ્ચુ અને રણજીત ઉર્ફે કાનો વિદ્ધ મારામારી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવાન સાક્ષી છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.જેનું સમાધાન કરવા મામલે આરોપી તેને વારંવાર ફોન કરતાં હતા.અને કલાપી ટાઉનશીપમાં રહેતા તેના મામા ના ઘરે જઈ વાહનમાં તોડફોડ કરી હતી.ત્યાર બાદ બાબરિયા કોલોનીમાં યુવકના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપી તેના વાહનમાં તોડફોડ કરી હતી.જેથી આ મમલે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બે શખસોને તે રાત્રે જ પીધેલા અને ત્યાર બાદ વધુ એકની ધરપકડ કરી હતી.